GSTV

પાકિસ્તાનની સબમરિન એક પળનો સમય ગુમાવ્યો વિના ઉભી પૂંછડીએ હતી ભાગી, ભારતને ડરાવવાનો હતો પ્રયાસ

14મી ફેબ્રુઆરીએ પુલવામા એટેક અને 26મીએ એર સ્ટ્રાઈક સમયે પાકિસ્તાને ભારતીય સીમાની નજીક એક સબમરિન તૈનાત કરી દીધી હતી. પાકિસ્તાન કોઈ ષડયંત્ર રચી રહ્યું હોવાનું ભારતીય નૌ સેનાને જાણ થતાં એક પળનો પણ સમય ગુમાવ્યા વિના પાકિસ્તાનના તમામ પ્લાનોને નિષ્ફળ બનાવનાર નૌસેનાના એક ઓફિસરને સરકારે મેડલ આપી સન્માન કર્યું છે.

આ ભારતીય નૌ સેનાના જવાનનું નામ કોમોડોર જ્યોતિન રૈના છે. પુલવામા હુમલા બાદ ભારતીય નૌ સેનાને હાઈએલર્ટ પર રખાઈ હતી. આ સમયે કમોડોર જ્યોતિન રૈના પણ પશ્વિમી બેડા સાથે એલર્ટની સ્થિતિમાં હતા.

આ કમોડોર પશ્વિમી બેડામાં ઓપરેશન ઓફિસરના પદ પર હતા. જેવી એમને જાણકારી મળી કે ભારતીય સમુદ્દ સીમાની પાસે જ પાકિસ્તાને એક સબમરીન તૈનાત કરી છે તુરંત જ તેઓ એક્શનમાં આવી ગયા હતા. જેઓએ પશ્વિમી નૌ સેનાના જહાજો અને સબમરિનને આદેશ કર્યો હતો કે, આ સબમરીનને કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન રવાના કરી દેવામાં આવે.

ભારતીય નૌ સેનાએ અત્યંત ચૂપકીદી પૂર્વક ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનની સબમરિનને ખબર પણ ના પડે તે રીતે ત્રણ બાજુથી ઘેરી લીધી હતી.

આ અંગે રડાર પર જાણ થતાં જ પાકિસ્તાન નો સેના સબમરિન લઇને ભાગી છૂટી હતી. આ કમોડોર જ્યોતિન રૈનાને નૌ સેના મેડલ અપાયો છે. કમાન્ડર જ્યોતિન રૈનાએ ટોહી વિમાન મારફતે તપાસ કરતાં આ સબમરિનનો ખુલાસો થયો હતો.

Related posts

તબલીગી જમાતે દેશમાં વધાર્યો Coronaનો ગ્રાફ, મરકજમાં સામેલ 647 લોકો COVID-19 પોઝીટીવ

Bansari

PM મોદીએ અગ્રણી ખેલવીરો સાથે કરી મીટિંગ, સોશ્યલ ડિસ્ટન્સ માટે લોકોમાં જાગૃતિ લાવો

Bansari

PM મોદી રમી ગયાં ‘નંબર ગેમ’ અને જોતો રહી ગયો સચિન તેંડુલકર, મામલો જાણશો તો લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!