GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પાકિસ્તાને ભારતમાં આતંકીઓ ઘુસાડવાનો નવો પેતરો અજમાવ્યો, અફઘાનિસ્તાનથી કરી આતંકીઓની આયાત

કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ માટે પાકિસ્તાને નવું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં પર્દાફાશ થયો હતો કે કાશ્મીરમાં અફઘાનિસ્તાન મૂળના આતંકીઓનો ઉપયોગ અચાનક વધી ગયો છે.કાશ્મીરી અને ઉર્દુ ભાષા ન જાણતા હોય એવા અફઘાન આતંકીઓની સંખ્યા કાશ્મીર ઘાટીમાં ઠીક-ઠીક પ્રમાણમાં હોવાનું નોંધાયું હતું.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં નવો પેંતરો ઘડયો હોવાનો પર્દાફાશ ઈન્ટેલિજન્સના અહેવાલમાં થયો હતો. અફઘાનિસ્તાની મૂળના પશ્તો ભાષા બોલતા આતંકવાદીઓને પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસાડી રહ્યું છે. મતલબ કે કાશ્મીરી અને ઉર્દુ ભાષા ન જાણતા આતંકવાદીઓની સંખ્યા ઘાટીમાં વધી રહી છે.ઈન્ટેલિજન્સ અહેવાલ પ્રમાણે ખૈબર પખ્તુન પ્રાંતમાં આતંકવાદી સંગઠનોની એક બેઠક મળી હતી, જેમાં પાકિસ્તાનની નાપાક ગુપ્તચર એજન્સી આઈએસના અિધકારીઓ અને પાક.લશ્કરના અિધકારીઓ પણ હાજર હતા.

એમાં વધુને વધુ અફઘાન મૂળના પશ્તો બોલી શકતા આતંકીઓને ઘૂસાડવાનું નક્કી થયું હતું. તે પાછળના ઘણાં કારણો જવાબદાર હોવાની ચર્ચા છે.અફઘાન મૂળના નાગરિકો હોય અને ગૈર કાશ્મીરી હોય તો તેનાથી પાકિસ્તાનની સીધી સંડોવણી સાબિત કરવાનું અઘરૂ થાય. તે ઉપરાંત પશ્તો ભાષા જાણતા હોય અને કાશ્મીરમાં કોઈ એ ભાષા ન જાણતા હોવાથી તેની માહિતી ગુપ્ત રહે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 13 જળાશયો થયા ઓવરફ્લો,65 ડેમોની સપાટીમાં અડધોથી 22 ફૂટ સુધીનો વધારો

pratik shah

વિશ્વનાં આ ત્રણ દેશોમાં ઘાતક વાયરસની પરિસ્થિતિ વધુ ગંભીર, ચેપગ્રસ્તોની સંખ્યામાં થયો વધારો

pratik shah

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!