GSTV
Home » News » ભારતીય આર્મીએ PoKમાં મચાવી તબાહી તો બોખલાયું પાકિસ્તાન, ફેલાવી રહ્યું છે આ જુઠ્ઠાણું

ભારતીય આર્મીએ PoKમાં મચાવી તબાહી તો બોખલાયું પાકિસ્તાન, ફેલાવી રહ્યું છે આ જુઠ્ઠાણું

પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહ્યા સીઝફાયરનાં ઉંલ્લંઘનનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ રવિવારે POKમાં આંતકીયોનાં ઠેકાણાઓ પર તબાહી મચાવી છે. ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરીને ઘણાં આંતકી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી દીધા હતા. ત્યાર બાદ બોખલાયેલા પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ગયા અઠવાડીયે બોર્ડર પર ગોળીબારી કરી રહ્યો હતો. કુપવાડાનાં તંગધાર સેક્ટરમાં પાકિસ્તાનની ફાયરિંગમાં બે જવાન શહીદ થયા અને એક નાગરીકનું પણ મોત થઈ ગયું હતું. ત્યાર બાદા ભારતીય સેનાનએ મુંહતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જવાનો દ્રારા આપવામાં આવેલો આ જવાબ એટલો કરારો હતો કે પાકિસ્તાન પ્રયોજીત આંતકી ઠેકાણાઓ નેસ્તોનાબૂદ થયા હતા. ત્યારે આ કાર્યવાહીમાં લગભગ અડઝો ડઝન પાકીસ્તાની સેનાના જવાનો માર્યા ગયા હતા. 3 આતંકી કેમ્પો નેસ્તોનાબૂદ થયા હતા. અને ઘણા આંતકીઓ પણ માર્યા ગયા છે. જ્યારે આ બાબતે પાકિસ્તાની સરકાર અને ત્યાંનું મિડીયા કંઈક અલગ જ બતાવી રહ્યું છે.

ભારતની આ કાર્યવાહી બાદ રવિવારથી પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફુર ભારત વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યા છે. ગફૂરે દાવો કર્યો છે કે ભારત જે આતંકવાદી છાવણીઓ નાશ કરવાની વાત કરી રહ્યું છે તે ખોટું છે.

તેમણે લખ્યું કે પીઓકેમાં આવા કોઈ કેમ્પ નથી, એટલું જ નહીં, તેમણે ફરીથી વિદેશી મીડિયાને તપાસવા આમંત્રણ આપ્યું. અહીં ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું છે કે ભારતની કાર્યવાહીમાં 5-6 પાકિસ્તાની સેનાના જવાનો શહીદ થયા છે. પરંતુ પાકિસ્તાન મીડિયા આ સત્યને છુપાવી રહ્યું છે અને સતત દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહીમાં ઘણું વિનાશ થઈ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા ઘણા ભારતીય સૈનિકોની મરવાની વાત કરી રહ્યું છે, જે સાવ ખોટી છે.

જ્યારે આટલુંજ નહી પાકિસ્તાની મિડીયા તરફથી ખોટી તસ્વીરો પણ ફેલાઈ જઈ રહી છે. 2014માં ભારતમાં થયેલા નક્સલી હુમલામાંનો એક ફોટોગ્રાફ પાકિસ્તાની મિડીયાએ રવિવારે રજુ કરીને કહી રહ્યું છે કે પાકિસ્તાની સેનાનાં એક્શનમાં ઘણા ભારતીય જવાન માર્યા ગયા છે. જોકે આ દાવાને પણ સોશ્યલ મિડીયા પર ખોટો ગણવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva

તમિલનાડુની રાજનીતિમાં આવશે નવો વળાંક, આ બે દિગ્ગજોએ હાથ મિલાવવાના આપ્યા સંકેત

Nilesh Jethva

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર પર આપ્યું એવું નિવેદન કે..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!