GSTV

પાકની ક્રૂરતા : ભારતીય જવાનની જીવતાં જીવ આંખો કાઢી લીધી, ગળુ કાપી કરી કરપીણ હત્યા

Last Updated on September 20, 2018 by Bansari

નાપાક પાકિસ્તાને પોતાની બર્બરતાનો વધુ એક પૂરાવો આપ્યો છે.પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ પાસેની સરહદે ભારતીય જવાનની કરપીણ હત્યા નિપજવાની છે.પાકિસ્તાની સૈનિક દ્વારા એટલી કરપીણ હત્યા કરવામાં આવી છે કે, કોઈ દુશ્મન પણ આ રીતે વર્તન ન કરી શકે.કારણે કે, પાકિસ્તાની સૈનિકે ભારતીય જવાનની જીવતા જીવ આંખો કાઢી લીધી.તેને કરંટ આપવામાં આવ્યો અને બાદમાં તેને એક એક કરીને ત્રણ ગોળીઓ મારવામાં આવી.

જે બાદ પાકિસ્તાની સૈનિકોએ બીએસએફના એક જવાનનું ગળી કાપી નાંખ્યું. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી શકે છે. આ બર્બર ઘટના મંગળવારે રામગઢ સેકટરમાં થઈ હતી.સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે બીએસએફના હોડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન પણ મળ્યા છે. તેમનો મૃતદેહ છ કલાક બાદ ભારત-પાકિસ્તાન સરહદ પાસે મળ્યો.

આ ઘટના બાદ સુરક્ષા જવાનોએ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય જવાનના મૃતદેહને શોધવા માટે પાકિસ્તાની રેન્જર્સને શોધખોળ માટે કહેવાયુ હતુ.જોકે પાકિસ્તાની સૈનિકોએ એક સ્થાન સુધી પહોંચ્યા બાદ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં ન જોડાવવા માટે તે વિસ્તારમાં પાણી ભરાયાનું બહાનું કર્યુ હતો.

જોકે શૂર્યાસ્ત થતા જ બીએસએફએ જવાનનો મૃતદેહ ચોકી સુધી લાવવા જોખમપૂર્ણ અભિયાન શરુ કર્યું.અધિકારીઓ પણ માની રહ્યા છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ પર આ પ્રકારની ક્રુરતા પૂર્વની સંભવતઃ પહેલી ઘટના છે.અને સરકાર વિદેશ મંત્રાલય અને સરહદ અભિયાન મહાનિર્દેશકે અત્યંગ ગંભીરતાથી ગણી છે.આ મુદ્દો પાકિસ્તાની સમકક્ષ સમક્ષ પણ ઉઠાવવામાં આવશે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!