GSTV
Home » News » સુપ્રીમ કોર્ટેની કમિટિનાં વડાએ ચોખ્ખુ જ કહી દીધું કે પાકિસ્તાનને ક્રિકેટ રમતા દેશોમાંથી જ બાકાત કરી નાખો

સુપ્રીમ કોર્ટેની કમિટિનાં વડાએ ચોખ્ખુ જ કહી દીધું કે પાકિસ્તાનને ક્રિકેટ રમતા દેશોમાંથી જ બાકાત કરી નાખો

ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલી સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વડા વિનોદ રાય ઈચ્છે છે કે, આંતકવાદને પોષતા દેશોની સાથે ક્રિકેટ વિશ્વએ તમામ સંબંધો તોડી નાંખવા જોઈએ. આ માટે બીસીસીઆઇએ આઇસીસીને ઈ-મેલ પાઠવ્યો છે. વિનોદ રાય માને છે કે, જે પ્રકારે રંગભેદ બદલ સાઉથ આફ્રિકાની સામે આકરા પગલા લેવાયા હતા, તેવા જ પગલાં આંતકવાદને પોષનારા દેશ પાકિસ્તાન સામે લેવા જોઈએ.

પુલવામામાં આંતકીઓના આત્મઘાતી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડકપ મેચનો બહિષ્કાર કરવો જોઈએ તેવી માગ ઉઠવા પામી છે અને બીસીસીઆઇએ આ નિર્ણય સરકાર પર છોડયો છે.

વિનોદ રાયે કહ્યું કે, જો ભારત નક્કી કરે કે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવું નથી તો તે સમસ્યાનું જડમૂળથી નિરાકરણ કરવું જરુરી છે. અમારું લક્ષ્ય તો પાકિસ્તાનને ક્રિકેટ રમતાં દેશોમાંથી હાંકી કઢાવાનું છે. હું અગાઉ કહી ચૂક્યો છું કે, અન્ય તમામ દેશોએ પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો તોડી નાંખવા જોઈએ.

તેમણે સાઉથ આફ્રિકાનું ઉદાહરણ રજુ કરતાં કહ્યું કે, સાઉથ આફ્રિકામાં અશ્વેતોની સાથે રંગભેદ કરવામાં આવતો હતો, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતે એક થઈને સાઉથ આફ્રિકાને હાંકી કાઢ્યું હતુ. સાઉથ આફ્રિકા પર ૨૧ વર્ષ પ્રતિબંધ રહ્યો હતો. તેઓને ૧૯૭૦માં ક્રિકેટમાંથી દૂર કરવામાં આવ્યા તે પછી છેક ૧૯૯૧માં તેમનું પુનરાગમન થયું હતુ. હું માનુ છું કે, પાકિસ્તાન સામે આવા જ પગલા લેવા જોઈએ. સાઉથ આફ્રિકાની જેમ પાકિસ્તાનની તમામ સ્પોર્ટિંગ એક્ટિવીટી પર પ્રતિબંધ મુકાવો જોઈએ.

READ ALSO

Related posts

અખિલેશ યાદવે ઉ.પ્ર.માં સપાની તમામ સમિતિઓ વિખેરી નાખી

Mayur

આ વાંચ શો તો ચોક્કસથી પેકેજ્ડ ફૂડ અને ઠંડા પીણા ખરીદવાનું વિચારશો પણ નહીં

Arohi

સરહદે 50 આતંકી ઘૂસવાની ફિરાકમાં, મસૂદનો ભાઇ રઉફ સક્રિય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!