GSTV
Home » News » પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 160 પર પહોંચ્યો, એક તોલા સોનાનો ભાવ 75000

પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે 160 પર પહોંચ્યો, એક તોલા સોનાનો ભાવ 75000

કાશ્મીરના આઝાદ કરાવવા માટેના સપના જોતા ભીખારી પાકિસ્તાનનો રૂપિયો પણ કંગાળ થઈ રહયો છે. પાકિસ્તાનની ઈકોનોમીની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે અને હવે ડોલર સામે પાકનો રૂપિયો ગગડીને 160 પર પહોંચતા પાકિસ્તાનમાં મોંઘવારી માંઝા મુકી રહી છે.

આ વર્ષની શરૂઆતથી પાકનો રૂપિયો ડોલર સામે ગગડતો જ જઈ રહ્યો છે. પાકના કેટલાક શહેરોમાં એક લીટર દુધનો ભાવ 200 રૂપિયા પર પહોંચી ગયો છે. આ જ સ્થિતિ ચાલુ રહી તો ધનિક વર્ગ પર રોજની જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા બે વખત વિચાર કરશે.

vegetables

પાકમાં ડુંગળીના ભાવ 77 ટકા, તરબૂચની કિંમતમાં 55 ટકા, ટામેટાની કિંમતમાં 46 ટકા, લીંબનુ કિંમતમાં 43 ટકા, ખાંડની કિંમતમાં 26 ટકાનો વધારો થયો છે. મીટ 400 રૂપિયે કિલો અને કેળા 150 રૂપિયે ડઝનના હિસાબે વેચાઈ રહ્યા છે. મટનનો તો ભાવ 1100 રૂપિયે કિલો પર પહોંચ્યો છે.

rbi gold holders

રસોઈ ગેસના ભાવમાં એક મહિનામાં 85 ટકાનો, પેટ્રોલના ભાવમાં 23 ટકા, ડિઝલના ભાવમાં 23 ટકાનો, બસના ભાડામાં 51 ટકાનો, લાઈટ બિલમાં 8 ટકા અને મકાનના ભાડામાં 6 ટકાનો વધારો થયો છે. પાકમાં એક તોલા સોનાની કિંમત 75900 રૂપિયા સુધી પહોંચી છે. પાક સ્ટેટ બેન્કે ચેતવણી આપી છે કે, મોંઘવારી પર લગામ નહી લાગી તો હાલત બેકાબૂ થઈ જશે.

READ ALSO

Related posts

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

ભરૂચમાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Riyaz Parmar

ખાનગી ક્ષેત્રની સૌથી બેંકે ગ્રાહકોનો આપ્યો મોટો ઝટકો, બેન્કે FD પર લીધો આ નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!