GSTV
Home » News » સાવ કંગાળ થઈ ગયું પાકિસ્તાન, પેટ્રોલ ડિઝલના પણ પડી ગયા છે ફાંફા

સાવ કંગાળ થઈ ગયું પાકિસ્તાન, પેટ્રોલ ડિઝલના પણ પડી ગયા છે ફાંફા

ભારત પાસે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતું પાકિસ્તાન વઘુ કંગાળ બની ગયું છે. પાકિસ્તાની રૂપિયા બુધવારે ડોલરની તુલનામાં ધણો નિચા સ્તરે આવી ગયો છે. આટલું જ નહીં પાકિસ્તાન પાસે પેટ્રોલ-ડિઝલ ખરીદવાના પણ પૈસા નથી રહ્યા.

139.25 પર બંધ થયો રૂપિયો

પાકિસ્તામાં બુધવારે રૂપિયો 139.25ના સ્તર પર બંધ થયો. કાચ્ચા તેલની સતત વધતી કિંમતોના કારણે પાકિસ્તાનને વધુ વિદેશી મુદ્રાઓ ખર્ચ કરવી પડે છે. આ સાથે જ સોનાની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં બુધવારે સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 11 ગ્રામ વેચાઈ રહ્યું છે.

વિદેશી રોકાણકારો નિકાળી રહ્યો છે પોતાના પૈસા

યુદ્ધની આશંકાની વચ્ચે પાકિસ્તાનમાં વિદેશી રોકાણકારો પોતાના પૈસા નિકાળી રહ્યા છે. તેના કારણે ડોલરની માંગ ખૂબ વધી ગઈ છે. માટે રૂપિયો સતત ગબડી રહ્યો છે. બેન્ક પર વિદેશી રોકાણકારોને ડોલરમાં ચુકવણી કરી રહી છે.

સતત ઘટી રહ્યો છે વિદેશી મુદ્રા ભંડાર

પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડોર સતત ઘટતું જઈ રહ્યું છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી માંગને પૂરી કરવા માટે મોંઘુ કાચુ તેલ ડોલરમાં ખરીદવું પડી રહ્યું છે. હાલમાં કાચુ તેલ 65 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જો 10 દિવસ સુધી કાચા તેલની કિંમતોમાં ઉછાળો યથાવત રહ્યો તો પછી રૂપિયો 142 રૂપિયે પ્રતિ ડોલર સુધીના તળીયે આવી શકે છે. માટે પાકિસ્તાનની હાલત ખૂબ ગંભીર થઈ શકે છે.

રોકાણકારોએ વેચ્યા નવ લાખ ડોલરના શેર

પાકિસ્તાની રોકાણકારોએ પાછલા દિવસોમાં 9,41,294 ડોલરના શેર વેચી નાખ્યા છે. તેના કારણે વેપારીઓને થોડા દિવસો માટે સંપૂર્ણ પણે વિનિમિયન વ્યાપારને રોકી દીધું છે.

Read Also

Related posts

હવેથી ગુજરાત વિધાનસભાના કામકાજનો સમય બદલાશે

Kaushik Bavishi

રેલવેનો મોટો નિર્ણય, વેંડર બિલ નહી આપે તો યાત્રીઓને ફ્રીમાં મળશે સામાન

Mansi Patel

કાંકરિયા દુર્ઘટના મામલે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટમા રજૂ કરાયા, કોર્ટે આપ્યો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!