GSTV

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Last Updated on October 21, 2021 by Zainul Ansari

આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને ફરી એકવાર રાહત મળી નથી. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ઈમરાન ખાનને ઝટકો આપતા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું છે. તેની સાથે જ તુર્કીને પણ FATFની ગ્રે લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી આતંકવાદ સામે બનાવટી કાર્યવાહી કરી રહ્યા છે, જે વિશ્વના દેશો સારી રીતે સમજે છે.

imran khan pakistan

એફએટીએફની બેઠકમાં અન્ય ઘણા દેશો પર પણ નિર્ણય લેવાયો હતો. ત્રણ દેશોને FATFની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે, તેમાં તુર્કી, જોર્ડન અને માલી સામેલ છે. ત્રણેય દેશો એફએટીએફ સાથે એક એક્શન પ્લાન શેર કરવા સંમત થયા છે.

બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના પ્રમુખ માર્કસ પ્લેયરે જણાવ્યું હતું કે FATF મોરેશિયસ અને બોત્સ્વાનાને ગ્રે લિસ્ટમાંથી હટાવવા બદલ અભિનંદન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન સતત નિગરાની (ગ્રે લિસ્ટ)માં છે. તેની સરકાર પાસે 34-પોઇન્ટ એક્શન પ્લાન છે જેમાંથી 30ને એડ્રેસ કરવામાં આવ્યું. તેમાંનું તાજેતરનું જૂનમાં મની લોન્ડરિંગ વિશે હતું.

બેઠક પહેલા જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં રહેવાનું છે. હકીકતમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નામિત આતંકવાદી સંગઠનોના નેતાઓ અને કમાન્ડરો સામે ઝડપી કાર્યવાહી કરવાની હતી, પરંતુ તે પેરામીટરનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું.

જોકે પાકિસ્તાનના ઉર્જા મંત્રી હમ્માદ અઝહરે આશા વ્યક્ત કરી હતી કે હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને એક સિવાય તમામ કાર્ય એક્શન પ્લાનને લાગૂ કરી દીધું છે અને છેલ્લા પ્લાનને પણ ટૂંક સમયમાં લાગુ કરશે. જોકે FATF પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાઓ સાથે સહમત ન હતું અને તેને ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં FATFની બેઠક પણ યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું હતું. હકીકતમાં પાકિસ્તાન વર્ષ 2018થી ગ્રે લિસ્ટમાં છે અને ઘણી વખત બ્લેક લિસ્ટમાં જવાનો ભય રહે છે. ગ્રે લિસ્ટમાં હોવાને કારણે પાકિસ્તાનને ઘણા અબજો ડોલરનું નુકસાન સહન કરવું પડે છે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!