GSTV
Home » News » POK પર એસ. જયશંકરના નિવેદન બાદ પાકે. અહીં રોદણા રોવાનું કર્યું શરૂ, કરી આ અપીલ

POK પર એસ. જયશંકરના નિવેદન બાદ પાકે. અહીં રોદણા રોવાનું કર્યું શરૂ, કરી આ અપીલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર વિદેશપ્રધાન એસ. જયશંકરે આપેલા નિવેદનથી પાકિસ્તાન ફરી એક વખત છંછેડાઇ ગયું છે. એસ. જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાને ફરી આંતરરાષ્ટ્રીય સમુદાય પર રોદણા રોવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પીઓકે પર એસ. જયશંકરે આપેલા નિવેદનની ગંભીર નોંધ લેવા અપીલ કરી છે.

પાકિસ્તાને જણાવ્યું કે ભારતના આ પ્રકારના બેજવાબદારીપૂર્ણ અને ઉગ્ર નિવેદનોને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે. તેમજ શાંતિ અને સુરક્ષાને પણ ગંભીર ખતરો ઉભો થશે. મહત્વનું છે કે વિદેશપ્રધાન એસ. જયશંકરે મંગળવારે જણાવ્યું કે પીઓકે પણ ભારતનો જ ભાગ છે અને એક દિવસ તે ભારતનો હિસ્સો બનશે તેવી આશા છે. એસ.જયશંકરના આ નિવેદનથી પાકિસ્તાન ફરી ફફડી ઉઠ્યું છે.

કાશ્મીર જ નહીં POK પણ ભારતનો ભાગ

વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને કાશ્મીરને લઇને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર કાશ્મીર જ નહીં પીઓકે પણ ભારતનો જ ભાગ છે. તેમણે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું હતું કે પીઓકેને લઇને કોઇ જ અસમંજસ નથી કેમ કે પીઓકે ભારતનો જ ભાગ છે હતો અને હંમેશા રહેશે.

આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આ મુદ્દે અગાઉ નિવેદનો આપ્યા હતા. પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગતુ હતું જોકે તેમાં તે નિષ્ફળ રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે હવે ભારતે પણ પીઓકેનો મામલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે.

પીઓકે ભારતનો જ ભાગ છે અને હાલ પાકિસ્તાન ત્યાં ચીનની સાથે મળીને બિઝનેસ કોરીડોર પણ બનાવી રહ્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે તો ત્યાં સુધી કહી દીધુ કે ટુંક સમયમાં જ પીઓકે ભારતનો ભાગ હશે. જયશંકર વિદેશ પ્રધાન બન્યા તેના 100 દિવસ પુરા થયા બાદ તેમણે આ નિવેદન કર્યું હતું.

તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપતા કહી દીધુ હતું કે પીઓકે ટુંક સમયમાં જ ભારતમાં ભળી જશે. પીઓકેમાં પણ સૃથાનિક નાગરીકો દ્વારા હાલ આ માગણી ઉઠી રહી છે. અનેક લોકો પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે વિરોધ કરી રહ્યા છે. આવી સિૃથતિ વચ્ચે ભારતે પણ પીઓકેના નાગરિકોના સમર્થનમાં નિવેદન આપવાનું શરૂ કરી દીધુ છે.

પીઓકે ભારતનો જ ભાગ છે પણ તેને પાકિસ્તાને પચાવી લીધો છે. તેથી હવે તેને પરત મેળવવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે જે સંદર્ભે જ વિદેશ પ્રધાન એસ જયશંકરે આ નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટુંકમાં જ પીઓકે ભારતનો ભાગ હશે. પત્રકારોની સાથે વાતચીત દરમિયાન એસ જયશંકરે આ નિવેદન કર્યું હતું.

થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે સરકારનો આગામી એજન્ડા પીઓકેને ફરીથી પ્રાપ્ત કરવાનો છે. અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો વિરોધ કરતી વેળાએ સૃથાનિક પક્ષ પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ પણ કહ્યું હતું કે કાશ્મીર તો ગયું હવે પીઓકે મેળવવા માટે ભારત દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે.

Read Also

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!