શીખો કોઈ આની પાસેથી બેશરમી શીખો, પોતાનાં દેશમાં મસૂદ બેઠો અને ભારતને ભૂલો બતાવવા આવી ગયા છે

પુલવામા હુમલામાં જૈશની જવાબદારી લીધા અને પાકિસ્તાનમાં આતંકવાદીનું મુખ્યમથક હોવા છતાં કુરૈશીએ શરમજનક રીતે એવો આક્ષેપ કર્યો હતો કે ઘરેલુ રાજકીય કારણોસર પાકિસ્તાન સામે ભારતે શત્રુતામાં વધારો કર્યો છે. એનાં કારણે વાતાવરણ તનાવ ભર્યું થઈ ગયું છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાને લખ્યું છે કે ભારતે જણાવ્યું છે કે તે સિંધુ જળ સંધિમાંથી ખસી શકે છે. કુરૈશીએ ભારપૂર્વક કહ્યું કે આ એક મોટી ભૂલ છે. તેમણે કહ્યું, “તણાવ ઘટાડવા માટે પગલાં લેવાની જરૂર છે. યુનાઇટેડ નેશન્સમાં તણાવ ઘટાડવા માટે અરજી દખલ કરવી જોઈએ.

હજુ પણ છે 20 કિલો આરડીએક્સ

પુલવામાં હુમલાને અંજામ આપવા માટે છ આતંકવાદીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ હુમલો કરવા માટે મોટું કાવતરું કર્યું હતું. હુમલાને અંજામ આપવા માટે વપરાતા વાહનની ચેકલિસ્ટ નંબરને દૂર કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસે હજુ પણ 20 કિલો આરડીએક્સ છે. જેના દ્વારા તે ક્યારેય પણ ભારતમાં હુમલો કરી શકે તેવો ડર છે. આ આરડીએક્સનો જથ્થો ક્યાં છે તે શોધવા માટે સેના સર્ચ કરી રહી છે.

અગાઉ જાણકારી મળી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલા દરમિયાન આરડીએક્સ ઉપયોગમાં લેવાયો હતો. હુમલામાં ઉપયોગમાં લેવાતો ઝડપી ક્ષમતા ઘરાવતો આરડીએક્સ માત્ર સંરક્ષણ દળો પાસેથી જ આવી શકે છે.

ફોરેન્સિક નિષ્ણાતોએ જાહેર કર્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાએ આ શક્તિશાળી આરડીએક્સ આપ્યાં હતા. નોંધપાત્ર રીતે પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તપાસમાં જણાવાયું છે કે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પીથુ બેગથી આરડીએક્સ ભારતની અંદર લઈ જવામાં આવતો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter