આ તરફ પાકિસ્તાને પણ પોત પ્રકાશ્યું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અરણિયા સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરતા ભારે ગોળીબાર કર્યો. જે બાદ બીએસએફના જવાનોએ પાકિસ્તાની રેન્જર્સની આ હરકતનો બેવડી તાકાતથી જવાબ આપ્યો. ગુરૂવાર રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં બીએસએફની ફોરવર્ડ પોસ્ટ પર ભારે ગોળીબાર અને મોર્ટાર મારો કરવામાં આવ્યો. આ દરમિયાન પાકિસ્તાને ભારતીય વિસ્તારોમાં 182 એમએમના મોર્ટારથી પણ હુમલો કર્યો. પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો બીએસએફ દ્વારા આકરી ભાષામાં જવાબ અપાયો. ગોળીબારની આડમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી આશંકાને જોતા એલઓસી પર હાઇએલર્ટ અપાયું છે.