GSTV
Home » News » ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

પાકિસ્તાનના રેલ મંત્રીએ એકવાર ફરી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. શેખ રશીદે પ્રેસ કોન્ફ્રેન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું છે કે હું 126 દિવસ ધરણામાં શામેલ હતો તે સમયે દેશના હાલાત અને સરહદી મામલાત આવા ન હતા, આ સીરિયસ થ્રેટ છે. આ દેશને તે જંગ ડરાવણી હોઈ શકે છે. આ કન્વેન્શનલ આર્મ નહી હશે જે અકલના આંધળાઓ સમજી રહ્યાં છે કે 4-6 દિવસો સુધી ટેન્ક-ટોપ ચાલશે અથવા હવાઈ એટેક થશે. નેવીના ગોળાઓ ચાલશે.

શેખે આગળ કહ્યું કે ના આ એક એટોમિક વાર હશે, એક ન્યૂક્લિયર કમ એટોમિક વોર હશે અને જેવી રીતે જરૂરીયાત હશે તે પ્રકારના શસ્ત્રો વાપરશું.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શેખ રશીદે આવુ વિવાદીત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ કશ્મીરને લઈને ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપી ચુંક્યા છે. ગ્યા મહીનામાં તેમણે જણાવ્યું હતુ કે ક્શમીરની લડાઈ લડવામાં આવશે, પછી ભલે તેમાં મરી જઈએ કે પછી મારવામાં આવે.

આ સિવાય શેખ રશીદ પોતાના એક બીજા નિવેદનને લઈને ચર્ચામાં છે. એક રેલીમાં માઈક પર ભાષણ આપતા શેખ રશીદને કરંટ લાગ્યો હતો તેનો વીડિયો ખૂબ વયરલ થયો હતો જેમાં તેમણે મુર્ખાઈ ભર્યું નિવેદન આપતા કહ્યું હતુ કે તેમને કરંટ લાગ્યો તેની પાછળ ભારતનો હાથ છે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ આનંદો : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે હવે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 2 જ સ્ટેશને રોકાશે

Mansi Patel

ઘક્કામુક્કી કરતા સિદ્ધાર્થ-અસીમ પર શા માટે નરમ પડ્યા બિગ બોસ? ચુપ્પી પર સવાલ

Kaushik Bavishi

દર 4 મિનિટે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત, ભારતમાં માર્ગો પર યમદૂતોનો પડાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!