GSTV
News World ટોપ સ્ટોરી

પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને

પાકિસ્તાનમાં સત્તાપલટા બાદ પણ હજુ દેશમાં અશાંતિ જોવા મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને નવી ચૂંટણીની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. મોટી સંખ્યામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ ઈન્સાફ પાર્ટીના સમર્થકો રેલીમાં જોડાયા આ રેલી ઈસ્લામાબાદ પહોંચી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઈમરાન ખાનનું સ્વાગત કર્યુ હતુ. અબાલ-વૃદ્ધ મહિલાઓ પણ મોટી સંખ્યામાં રેલીમાં સામેલ થઈ હતી. પાડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એક વખત યુદ્ધ જેવા માહોલ પેદા થયો છે. વિરોધના આગમાં પાકિસ્તાન સળઘી રહ્યુ છે. પાકિસ્તાનામાં ચૂંટણીની માંગ સાથે ઈમરાન ખાને યોજીલી આઝાદી માર્ચમાં હિંસા થઈ છે.

ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનનમાં ઈમરાન ખાનનના સમર્થકોએ આગ ચાંપી હતી. જે બાદ ત્યાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. પાકિસ્તાનમાં બુધવારે વિવિધ શહેરોમાં હિંસાના બનાવ બન્યા હતા. હિંસક પ્રદર્શનોને લઈને પોલીસે ઈમરાખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કેટલાક સમર્થકોની પોલીસે અટકાયત પણ કરી. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ મળ્યા છે. ઈમરાનના સમર્થકોએ ત્યાં એક મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી છે. પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીનું કહેવું છે કે ઈમરાન ખાન સેન્ટૌરસ બ્રિજ પર સમર્થકોને સંબોધિત કરશે.

ઈમરાનનો કાફલો સ્વાબી વાલીથી રવાના થયો હતો અને શ્રીનગર હાઈવે (પાકિસ્તાનમાં) થઈને ડી-ચોક પહોંચશે. ડી-ચોક પર તેમની પાર્ટીના કેટલાક કાર્યકરો પહેલેથી જ હાજર છે, તેમને હટાવવા માટે સતત ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તેમના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રાથમિકતા સરકારી ઈમારતોની સુરક્ષા છે.
શાહબાઝ શરીફની સરકારનું કહેવું છે કે ઈમરાનના સમર્થકો સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પીએમ હાઉસ, પ્રેસિડેન્સી, પાકિસ્તાન સચિવાલય અને ડિપ્લોમેટિક એન્ક્લેવને નિશાન બનાવી શકે છે.

READ ALSO

Related posts

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari
GSTV