GSTV
Home » News » ઈમરાન ખાને માન્યુ કે પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ, કહ્યું – દેશ ચલાવવા પૈસા નથી

ઈમરાન ખાને માન્યુ કે પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ, કહ્યું – દેશ ચલાવવા પૈસા નથી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશના નામ પર સંબોધનમાં જણાવ્યુ કે છેલ્લાં 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવુ વધી 6000 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધીને 30,000 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયુ છે. તેના કારણે દેશમાં અમેરિકી ડોલરની કમી થઈ છે. આપણી પાસે એટલા ડોલર નથી વધ્યા કે આપણે આપણા કર્જના હપ્તા પણ ચુંકવી શકતા નથી. એ વાતનો ડર લાગે છે કે પાકિસ્તાન ક્યાંક ડિફોલ્ડર ન થઈ જાય. જો એવુ થાય તો દેશના હાલાત ખુબ જ ખરાબ થઈ જતા. એનો અર્થ એ છે કે બોરાઓમાં રૂપિયા ભરી લઈ જઈએ તો થોડી રોટલીઓ મળે. આપણા હાલ પણ એવા છે કે જેવા વેનેજુએલાના છે. જ્યારથી સરકારમાં આવ્યો છુ ત્યારથી એ જ દબાવમાં છુ. આપણા દોસ્ત દેશો યૂએઈ, સઉદી અરબ, અને ચીનથી મળનાર મદદના કારણે ટકેલા છીએ.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મંગળવારે બજેટ 2019 રજુ કરવામાં આવ્યુ હતુ.  આ બજેટમાં ઈનકમ અને સેલ્સ ટેક્ષ વધારવા પર જોર આપવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનમાં એક જુલાઈથી શરૂ થઈ રહેલા નાણાકિય વર્ષમાં ઈન્કમ ટેક્ષ ભરતા લોકો પર ખુબ જ મોટી અસર પડશે.

પાકિસ્તાનનુ અખબાર ડોનમાં છપાયેલી ખબર મુજબ બજેટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની અસર દેખાવા લાગી હતી. પાકિસ્તાને IMF પાસેથી છ અબજ ડોલરનો કર્જ લીધો છે પરંતુ આ દેવાના બદલામાં પાકિસ્તાનને આઈએમએફની કેટલીય શરતો માનવી પડી હતી જેને લાગુ કરવા પર મોંધાઈ અને ટેક્ષ વધવાનુ નક્કી છે.

બજેટમાં થયેલા કેટલાંક નિર્ણયો- પાકિસ્તાની સરકારે ઈનકમ ટેક્ષની વધારે માત્રા 25 ટકાથી વધારીને 35 ટકા કરી દીધી છે. તેની સાથે માસિક આવકના બ્રેકેટને પહેલાથી ઓછો કરી દીધો હતો. ઈમરાન ખાન સરકારનો લક્ષ્ય છે કે નવા નાણકિય વર્ષ દરમિયાન માત્ર આવક ટેક્ષથી 258 અબજ રૂપિયા મેળવી શકાય. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનનો નવુ નાણાકિય વર્ષ 1 જુલાઈ 2019થી શરૂ થશે.

READ ALSO

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!