GSTV
Home » News » SCO બેઠકમાં ઈમરાન ખાનની સુફિયાણી વાતો, આ મુદ્દે કરી બે મોઢાની વાત

SCO બેઠકમાં ઈમરાન ખાનની સુફિયાણી વાતો, આ મુદ્દે કરી બે મોઢાની વાત

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોનાં રાષ્ટ્રધ્યક્ષ પહોંચ્યા છે.

ત્યારે આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન ફરીવાર બે મોંઢાંની વાત કરી રહ્યુ છે. એસસીઓમાં સામેલ થવા ગયેલા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને જણાવ્યુ કે,  પાકિસ્તાન આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરે છે. અને અમે આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડવા માટે તૈયાર છીએ.

 આતંકવાદ વિરૂદ્ધ લડવા માટે હમેશા પાકિસ્તાને અન્ય દેશને સહયોગ આપ્યો છે. ઈમરાન ખાને આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આપી જ્યારે પીએમ મોદીએ  પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, આતંકવાદને પ્રોત્સાહન અને ફંડ આપનારા દેશની ઓળખ કરવી વધારે જરૂર છે.

READ ALSO

Related posts

શું થયું જ્યારે વાળ કપાવવા ગયેલા રિષી કપૂરની સામે વાગવા લાગ્યું, ‘મૈં શાયર તો નહીં’

Bansari

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

રવિ શાશ્ત્રી : વાત એ ખેલાડીની જેની મમ્મીને પાણીપુરીવાળાએ કહ્યું હતું, ‘તમારા દિકરાએ છ બોલમાં છ સિક્સ મારી છે’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!