GSTV
Home » News » અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મળ્યા પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મળ્યા પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વ્હાઈટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમરાન ખાન સાથે ઔપચારિક વાટાઘાટ થશે. આ મુલાકાતમાં ભારત સહિત વિશ્વભરની નજરો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ વાટાઘાટો દરમિયાન હાજર રહેશે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે બેઠકમાં બંને પ્રમુખ વાટાઘાટ કરશે. ટ્રમ્પ સાથે ઇમરાન ખાનની મીટિંગ પર દેશ અને વિશ્વની નજર છે. ટ્રમ્પને મળીને ઇમરાન ખાન 23 જુલાઇના રોજ યુએસના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળશે. દરમિયાન ઇમરાન ખાન યુએસ શાંતિ સંસ્થાને સંબોધશે.

ખાન સાથે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બજાવા અને ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સના (આઇએસઆઈ) ડિરેક્ટર જનરલ પણ ગયા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલી વખત છે કે પાકિસ્તાની વડાપ્રધાન વ્હાઇટ હાઉસમાં યુ.એસ. પ્રમુખ સાથે તેમના ટોચના અધિકારીઓ સાથે મીટિંગ કરશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ જણાવ્યું હતું કે ખાન અને ટ્રમ્પ વચ્ચે બે અલગ અલગ મીટિંગ્સ હશે. પ્રથમ બેઠક ઓવલ જ્યારે બીજી બેઠક કેબિનેટ રૂમમાં હશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પે ઇસ્લામાબાદ પર તેના વિસ્તારમાં ઓસામા બિન લાદેનને છુપાવવા માટે મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને દર વર્ષે વોશિંગ્ટનથી $ 1.3 બિલિયન મળે છે, પરંતુ તે તેના બદલે અમેરિકા માટે કંઈ પણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તે સમયે ખાનએ પ્રતિક્રિયા આપી હતી કે અફઘાનિસ્તાનની નિષ્ફળતા માટે યુ.એસ. તેના દેશનો ઉપયોગ ‘ બલિના બકરા ‘ તરીકે કરી રહ્યોં છે.

READ ASLO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!