GSTV
Gujarat Government Advertisement

નાપાક પાકિસ્તાન! POKમાં છુપી રીતે મોકલી રહ્યું છે Corona પોઝિટીવ દર્દીઓ

corona

Last Updated on March 29, 2020 by Karan

હાલના સમયમાં પાકિસ્તાન સંપૂર્ણ રીતે કોરોના વાયરસની ઝપટમાં આવી ચુક્યું છે તેમ છત્તા તે પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. સ્થાનીય લોકોના વિરોધમાં પાકિસ્તાન સેનાએ COVID 19ના દર્દીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બલ્ટિસ્તાનના ક્ષેત્રમાં મોકલવાનું શરૂ કરી દીધુ છે. આ બન્ને સૌથી પછાત વિસ્તારમાંથી છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં 1190 લોકો કોરોના પોઝિટીવ થઈ ચુક્યા છે જ્યારે 9 લોકોના મોત થઈ ચુક્યા છે.   

સેનાની પાસે ન રાખવામાં આવે દર્દીઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર મીરપુર અને બીજા શહેરોમાં સ્પેશલ ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં પંજાબના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર પાક સેનાના ટોપ ઓફિસરોએ એવાત સ્પષ્ટ કરી દીધી છે કે કોઈ પણ કોરોના પોઝિટીવ દર્દીને આર્મી ફેસિલીટી અથવા સેનાના ઘરોની પાસે ન રાખવામાં આવે. પરિણામે મોટી સંખ્યામાં દર્દીઓને ગાડીઓમાં બંધ કરીને POK અને ગિલગિટ-બલ્ટિસ્તાનમાં મોકલવામાં આવી રહ્યા છે.

પંજાબ છે વધુ મહત્વ પૂર્ણ

સ્થાનિક લોકોએ તેના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. આ વિસ્તારનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી જ ખરાબ છે અને ટ્રેન્ડ મેડિકલ સ્ટાફની પણ કમી છે. લોકોને ડર છે કે આખા વિસ્તારમાં વાયરસ ફેલાઈ જશે અને સ્થાનીક કાશ્મીરીઓને ખતરો થઈ જશે. મુઝફ્ફરાબાદના લોકોનું કહેવું છે કે પાક સેનાને ફક્ત પંજાબની ચિંતા છે. જાણકારોનું કહેવું છે કે આ ક્ષેત્ર રાજનૈતિક રૂપથી પંજાબના જેટલું મહત્વનું નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજસ્થાન ભાજપમાં બધુ ઠીક નથી? 20 વર્ષમાં પ્રથમ વખત નવા પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ

Vishvesh Dave

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!