GSTV

પાકિસ્તાની PM ઈમરાન ખાનની એક નવી ચાલ, હિંદુઓને લલચાવવા જશે શિવ મંદિરમાં

Last Updated on August 21, 2019 by

પાકિસ્તાનમાં વસતા અલ્પસંખ્યકો એટલે કે હિંદુ સમાજના લોકો પર જુલ્મના તો ઘણા કિસ્સા સાંભળવા મળે છે, પરંતુ અત્યારે ત્યાં પણ પરિસ્થિતિ બદલાઇ રહી છે એવું લાગે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બહુ જલદી ઉમરકોટ સ્થિત શિવ મંદિરની મુલાકાત કરશે અને ત્યાં વસતા હિંદુ સમુદાયને સંબોધિત પણ કરશે અને પાકિસ્તાનમાં વસતા અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો વિશ્વાસ પણ અપાવશે.

પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપતાં પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા ઉઠાવવામાં આવનાર આ સકારાત્મક પગલાનાં વખાણ કર્યાં છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, “વજીર-એ-આઝમ હવે સિંધના એક શિવ મંદિરમાં જઈ રહ્યા છે. ત્યાં તેઓ હિંદુ સમુદાય સાથે વાતચીત કરતાં પીએમ મોદીને એક સંદેશો આપશે. મારા માનવા મુજબ આ પણ એક સારી રણનીતિ છે.”

જેના જવાબમાં ત્યાં હાજર પેનલિસ્ટે કહ્યું, “તે પાકિસ્તાનના વડાપ્રધાન છે, માટે તેમની જે પણ વિચારસરણી હશે એ આખા પાકિસ્તાનની હશે. અલ્પસંખ્યક સમુદાયના લોકોને પોતાની સાથે શામિલ કરવા એ એક સકારાત્મક કદમ છે. આપણા ત્યાં આ એક અજીબ રવૈયો જોવા મળે છે. આપણે ભારત સરકાર પર ધ્યાન કેંદ્રિત કરવાની જગ્યાએ ધર્મ પર જતા રહીએ છીએ. આ ધર્મનો વિષય નથી. અહીં રહેતા હિંદુઓ અહીંની પાકિસ્તાની સરકારનુમ સમર્થન કરે છે. હિંદુસ્તાનમાં પણ એક નિશ્ચિત આબાદી જ મોદી સરકારનું સમર્થન કરે છે. એટલે તમે આ મુદ્દાનું સાર્વભૌમીકરણ ન કરો. તમે જુઓ કે, આમાં દોસ્ત-દુશ્મન કોણ છે અને કોને વધારે મિત્ર બનાવી શકાય છે.”

તમે પણ જુઓ આ વીડિયો-

જોકે પાકિસ્તાનના ઇતિહાસને જોતાં તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પાકિસ્તાની જનતા આને સકારાત્મક પગલું માની રહી છે, જ્યારે ભારતને તેની આ એક નવી ચાલ જ લાગી રહી છે.

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!