GSTV

પાકિસ્તાનમાં થયો ગેંગરેપ, બોલિવૂડ ઉપર ભડક્યા પાકિસ્તાનના PM ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે કહ્યું કે, ભારતની રાજધાની દિલ્હી દૂનિયાની રેપ કેપિટલ બની ચૂકી છે. ઈમરાન ખાને તેની સામે બોલિવૂડની ફિલ્મોમાં દેખાડવામાં આવતી અશ્લિલતાને જવાબદાર ગણાવી છે. ઈમરાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાનને પણ બોલિવૂડની ખરાબ અસરથી બચાવવા માટે તે પોતાના દેશમાં ઈસ્લામિક સીરીઝ દેખાડી રહ્યું છે.

પાકિસ્તાનના કરાચી શહેરમાં થયેલા ગેંગરેપે લોકોને હચમચાવી મુક્યાં હતા અને લોકો રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મહિલાઓ સામે વધતા અપરાધ અને તેની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા ઉપર વાતચીત કરી હતી.

ઈમરાન ખાને કહ્યું કે, દૂનિયાનો ઈતિહાસ બતાવે છે કે, જ્યારે સમાજમાં અશ્લિલતા વધે છે તો બે ચીજો થઈ શકે છે, એક તો સેક્સ અપરાધ વધે છે અને પારિવારિક વ્યવસ્થા તુટવા લાગે છે. ઈમરાન ખાને કહ્યું કે, આવા અપરાધો રોકવાની જવાબદારી માત્ર કાયદો લાગુ કરનારી એજન્સીઓની નથી પરંતુ સમાજની પણ છે.

પશ્વિમના દેશોની સાથે પાકિસ્તાને ફેમિલિ સિસ્ટમની તુલતા કરતા ઈમરાન ખાને કહ્યું કે, અમારી ફેમિલિ સિસ્ટમ મજબુત છે અને અમે ન્યાયિક વ્યવસ્થાને સુધારી શકીએ છીએ પરંતુ જો અમારી ફેમિલિ સિસ્ટમ નીચે પડી ગઈ તો તેને બીજી વખત ઉભી નહીં કરી શકીએ.

ઈમરાન ખાને ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે બોલિવૂડ ફિલ્મોમાં પીરસવામાં આવતી અશ્લીલતાના કારણે નવી દિલ્હીમાં સેક્સુઅલ ક્રાઈમ વધી રહ્યો છે. ઈમરાન ખાને કહ્યું કે, બોલિવૂડમાં 40 વર્ષ પહેલા જેવી ફિલ્મો બનતી હતી તેવી હવે બનતી નથી અને તેની ખરાબ અસર ભારતીય સમાજ ઉપર પડી રહી છે. દિલ્હી દૂનિયાની રેપ કેપિટલ બની ગઈ છે.

ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનમાંથી બોલિવૂડનો પ્રભાવ ઓછો કરવા માટે તેણે ટર્કિશ બ્લોકબસ્ટર સીરીઝ ઈર્તરુલનો પ્રસારણ કરાવે છે. ઈમરાન ખાને કહ્યું છે કે, હિન્દુસ્તાનમાં અમે તબાહી જોઈ છે. અમે તે તબાહી અમારા દેશમાં જોવા માંગતા નથી. જ્યારે અમે ઈર્તરુલને પાકિસ્તાનની સરકારે ટીવી ચેનલ ઉપર પ્રસારણ કરાવ્યું છે તો લોકોનું કહેવું છે કે, પાકિસ્લાનમાં લોકો બોલિવૂડ જોવો છો. પરંતુ મારૂ માનવું છે કે, અમે પાકિસ્તાનીઓને આવી ચીજો દેખાડીએ જેમાં ઈસ્લામિક મુલ્ય પણ છે, ઈસ્લામિક ઈતિહાસ પણ હોય અને પરિવારના તમામ લોકો પરિવારની સાથે બેસીને જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે, લોકો પોતાની સંસ્કૃતિને નજીકથી ઓળખે અને નૈતિક મુલ્યોને સમજે. જ્યારે સમાજમાં અશ્લિલતા વધે છે ત્યારે અપરાધો વધે છે. અને તે વાતને સમજવાની જરૂરત છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ બળાત્કાર કરનારાઓને કાસ્ટ કરવાની વાત કરી હતી જેથી ભવિષ્યમાં તેઓ આવા ગુનાઓ ફરીથી ન બોલી શકે. ઇમરાન ખાને કહ્યું કે, બળાત્કારની જેમ બળાત્કારને પણ પ્રથમ ડિગ્રી અને બીજી ડિગ્રી કેટેગરીમાં વહેંચવો જોઈએ. બળાત્કાર કરનારની રાસાયણિક રસાયણશાસ્ત્ર હોવી જોઈએ. આ ઘણા દેશોમાં થાય છે. ગંભીર લૈંગિક અપરાધીઓને ચોકમાં લટકાવી દેવા જોઈએ. તેઓ બાળકો અને તેમના માતાપિતાનું જીવન બગાડે છે. એવા ઘણા કિસ્સા છે જેનો અહેવાલ કદી મળતો નથી.

જા કે, બાદમાં ઈમરાન ખાને કહ્યું કે રેપિસ્ટોને સાર્વજનિક રૂપે લટકાવવું આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વિકાર્ય નહીં હોય અને આવું કરવાથી પાકિસ્તાનના યુરોપીય યૂનિયન પાસેથી મળેલો વિશેષ દરજ્જો છીનવાઈ શકે છે.

ઈમરાન ખાને કહ્યું કે, મોટરવે રેપ કેસે સમગ્ર દેશને હચમચાવીને રાખી દીધો છે કે, કારણે લોકો મહેસૂસ કરી રહ્યાં છે. તે તેની પત્ની અને પુત્રીઓ સાથે પણ થઈ શકે છે. ઈમરાન ખાને કહ્યું કે, જો કોઈ શખસ યૌન ઉત્પીડનના કોઈ કેસમાં આરોપી છે તો તેનો રેકોર્ડ અલગથી રાખવામાં આવવો જોઈએ.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!