GSTV
Home » News » ક્યાંની દોસ્તી ? ચીનમાં એક સામાન્ય મેયરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું સ્વાગત કર્યું

ક્યાંની દોસ્તી ? ચીનમાં એક સામાન્ય મેયરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું સ્વાગત કર્યું

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ગુરૂવારે ચીનના બીજીંગમાં આયોજીત બેલ્ટ એન્ડ રોડ સમિટમાં સામેલ થવા માટે પહોંચ્યા. અહીં તેઓ ચાર દિવસનું રોકાણ કરશે. આ ચીનમાં તેમની વડાપ્રધાન કાર્યકાળ બાદ બીજી મુલાકાત છે. આ પહેલા નવેમ્બરમાં તેઓ ચીનની મુલાકાતે ગયા હતા. બીજીંગમાં જે રીતે વડાપ્રધાન ઈમરાન ખાનનું સ્વાગત કરવામાં આવ્યું તે જોતા બિલ્કુલ નહોતું લાગી રહ્યું કે ચીન પાકિસ્તાનના વડાપ્રધાનને આવકારી રહ્યું છે. અને તેમની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે. જ્યારે ઈમરાન ખાન એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચીનનો કોઈ મોટો અધિકારી તેમનું સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત નહોતો. ઉપસ્થિત હતા તો માત્ર એક સામાન્ય મેયર.

તેમને રિસીવ કરવા માટે બજીંગની મ્યુનિસિપલ કમિટિના ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચ્યા હતા. તેમની સાથે ચીનના રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાનના રાજદૂત મસૂદ ખાલિદ હાજર હતા. એ જોયા બાદ પણ ઈમરાન ખાન ચીનના વડાપ્રધાનના બે ખોબલે વખાણ કરતા થાકતા નહોતા.

ઈમરાન ખાન સાથે રેલમંત્રી રાશિદ અહેમદ, જળમંત્રી મોહમ્મદ ફૈસલ વાવડા, વિત્ત સલાહકાર ડૉ. અબ્દુલ હાફિઝ શેખ સહિતના મંત્રીઓ ચીનના પ્રવાસે ગયા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ચીનનો રાગ આલાપતા કહ્યું હતું કે, ચીન અમારો સૌથી કરીબી દોસ્ત છે, અને અમારો ભાઈ છે. હું મારા સારા મિત્ર શી જિનપિંગને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું.

પાકિસ્તાનના પીએમ ચીન સાથે પોતાના ગુણગાન ગાતા થાકી નહોતા રહ્યા. તેમણે કહ્યું કે, ચીન સાથે અમારી દોસ્તી અમારા લોકોના દિલ અને દિમાગમાં વસેલી છે. કોઈ પણ આંતરાષ્ટ્રીય પરિદ્રશ્યમાં તે પ્રભાવિત કરી શકે છે.

પાકિસ્તાન પ્રીમિયરે ચીનને પાકિસ્તાનની સ્વતંત્રતા, સંપ્રભૂતા અને એકતાને મજબૂત કરવાનું સમર્થન આપવા માટે આભાર માન્યો હતો. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ચીનના તમામ હિતો અને કાર્યવાહીમાં તેમની સાથે ઉભું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિની BRIમાં વિકાસના નવા મોડેલ અને એક બીજાને સહયોગથી શાંતિપૂર્ણ વિશ્વની સ્થાપનાની પરિકલ્પનાને પૂર્ણ સમર્થન આપીશું.

READ ALSO

Related posts

ચિલ્ડ્રન ડેના દિવસે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર, લખ્યું ખાસ કેપ્શન

Dharika Jansari

ફેસબુકને કરવા પડ્યા 320 કરોડ એકાઉન્ટ ડિલીટ, જાણો શું છે તેની પાછળનું કારણ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!