GSTV
Home » News » ઇમરાન ખાને પાકિસ્તાની નાગરિકોને 6 દિવસનો સમય આપ્યો, જાણો વઝીરે આઝમે શું કહ્યું?

ઇમરાન ખાને પાકિસ્તાની નાગરિકોને 6 દિવસનો સમય આપ્યો, જાણો વઝીરે આઝમે શું કહ્યું?

ભારી આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઉગારવા માટે વડાપ્રધાન ઇમરાન ખાને નવી જાહેરાત કરી છે. પાક.પીએમ ઇમરાન ખાને પાકિસ્તાની જનતાને પોતાની બેનામી સંપત્તિનો ખુલાસો કરવા માટે એક નવી યોજના લોન્ચ કરી છે. જેને ટેક્ષ એમ્નેસ્ટી સ્કિમ કહેવામાં આવે છે. જે અંતર્ગત પોતાની બેનામી સંપત્તિની જાહેરાત કરવા વાળા લોકો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા નહિં આવે. તેમજ દેશનો કર ચુકવવા બદલ તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીનાં કાર્યકરો સાથે વિશેષ અપીલ કરતા ઇમરાન ખાને જણાંવ્યું કે, બહાર નિકળો ખુદ ટેક્ષ જમા કરાવો અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરો. આ સાથે જ તેમણે એવા લોકોને પણ કર ચુકવવા માટે પ્રોત્સાહિત કરો, જે અમુક કારણોસર જમા કરાવી શક્યા નથી, પરંતુ આ મામલે પીએમ ઇમરાન ખાનનું વલણ કડક છે.

ઇમરાન ખાને મીડિયા સાથે વાત કરતા જણાંવ્યું કે, આગામી 30 જૂન સુધી કોઇ શખ્સને બેનામી સંપત્તિ જાહેર કરનારા અને ટેક્ષની ચુકવણી કરવા વાળા સામે કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે. તેમજ આગામી 30 તારીખ સુધીમાં કોઇ પોતાનો કર નહિં ચુકવે તો પાકિસ્તાન સરકાર તેમની વિરૂદ્ધ તપાસ કરશે અને સખતમાં સખત પગલા ભરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન આજકાલ ભારે આર્થિક બદહાલીનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરમાંથી પાકિસ્તાની સરકાર લોન લઇ રહિ છે,જો કે મોટી બેન્કોએ તેમજ અન્ય દેશો પાકિસ્તાનને લોન આપવા માટે મનાઇ કરી છે. તેવામાં પાકિસ્તાનનાં વઝીરે આઝમ અનેક પ્રકારનાં પગલા ભરી રહ્યા છે. તેમણે જણઆંવ્યું કે પાકિસ્તાનની સ્થિતી 60નાં દશકા જેવી થઇ રહિ છે.

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની સરકાર આર્થિક તંગીનો દેકારો મચાવી રહિ છે. જ્યારે પાકિસ્તાની જનતા તેનું ઉલટુ પોતાનું કામ સરળતાથી કરી રહિ છે. કારણ કે પાકિસ્તાનનાં સામાન્ય લોકો પાસે રૂપિયાની તંગી નથી, જેટલી સરકાર બતાવી રહિ છે. આ મામલે સરકારે રહસ્ય ખોલતા જણાવ્યું કે, પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજીત 10 અરબ ડોલર મની લોન્ડ્રિંગ થઇ રહિ છે, લોકો ટેક્ષની ચુકવણી કરતા નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન આર્થિક તંગીનાં ભરડામાં છે, પાકિસ્તાને તેલનાં રાજા ગણતા કતાર પાસેથી 3 અરબ ડોલરનું બેલઆઉટ પેકેજ મેળવ્યું છે. કતાર એવો ચોથો દેશ છે, જેણે છેલ્લા 11 મહિનામાં પાકિસ્તાનની મદદ કરી છે. પાકિસ્તાનની ઇમરાન ખાનનાં વડપણ હેઠળની સરકારે વધતા દેવાને ચુકવવા માટે અને ચુકવણી સંતુલન સંકટમાંથી બહાર નિકળવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

READ ALSO

Related posts

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!