GSTV

કાશ્મીરને ભડકે બાળવાનું પાક.નું કાવતરૂં જૈશના આઠ આતંકી ઝડપાયા

Last Updated on September 28, 2019 by Mayur

સૈન્યએ કાશ્મીરમાં હિઝબૂલ મુજાહિદ્દીનના એક મોટા હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી છે. જમ્મુ કાશ્મીરમાંથી તપાસ દરમિયાન જુદા જુદા સૃથળોએથી આઠ આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે. અગાઉ આ ગેંગના ચાર આતંકીઓ ટ્રકમાં ઝડપાયા હતા જ્યારે તેના અન્ય ચાર સાથીઓને પણ શુક્રવારે ઝડપી લેવામાં આવ્યા છે. આ આઠેય આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા પણ ઝડપાઇ ગયા છે. આ આતંકીઓમાં અડધા પાકિસ્તાની જ્યારે ચાર સૃથાનિક કાશ્મીરીઓ હોવાનું સામે આવ્યું છે. તેઓ મોટા હુમલા તેમજ હિંસાની ફિરાકમાં હતા. 

થોડા દિવસ પહેલા કાશ્મીરમાંથી જૈશના આતંકીઓને પકડવામાં આવ્યા હતા. આ આતંકીઓ જે ટ્રકમાં જઇ રહ્યા હતા તેના માલિક અને આતંકીઓને શરણ આપનારા આતંકીઓ વિરૂદ્ધ પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે.હાલ ચાર આતંકીઓને પકડવામાં આવ્યા છે તેમાં ઇમ્તિયાઝનો પણ સમાવેશ થાય છે. ઇમ્તિયાઝનો ભાઇ રિયાઝ ત્રણ પાકિસ્તાની આતંકીઓને ટ્રકમાં જમ્મુથી કાશ્મીર લઇ જતો ઝડપાઇ ગયો હતો. 

સૈન્યના ઇનપૂટને ધ્યાનમાં રાખીને એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર એસઓજી દ્વારા ઇમ્તિયાઝ અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ  કરાયેલા આતંકીઓને એક ટ્રકમાં એક સ્થળેથી અન્ય સ્થળે ખસેડવામાં મદદ કરતા હતા. રામબાન અને બનિહાલ જિલ્લામાં સૈન્ય અને પોલીસ દ્વારા તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે જ આ ત્રણેય આતંકીઓ ઝડપાઇ ગયા હતા.

બીજી તરફ પાકિસ્તાન હવે ભારતમાં આતંકીઓને હથિયારો પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. થોડા દિવસ પહેલા જ પંજાબના અમૃતસર પાકિસ્તાનનો આ કારસો ઝડપાયો હતો. આ વિશેષ રીતે તૈયાર કરાયેલા ડ્રોન એકે 47 રાઇફલ્સ પણ આતંકીઓ માટે ભારતમાં ઘુસાડી શકે છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનના આવા ડ્રોન પંજાબના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા છે. છેલ્લા કેટલાક દિવસથી ઝડપાઇ રહેલા આ આતંકીઓની પૂછપરછમાં પણ ખુલાસો થયો છે કે પાક. ડ્રોન વડે હથિયારો મોકલે છે. 

પંજાબમાંથી પણ ચાર આતંકીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી બનાવટી ચલણી નોટો અને હથિયારોને જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ પંજાબના તારણ તરણમાંથી અડધુ સળગેલુ ડ્રોન પણ મળી આવ્યું છે જેનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા હથિયારોને સરહદ પાર કરવામાં કર્યો હતો. આ ડ્રોન મળી આવતા હવે ભારત પાકિસ્તાનના આતંકવાદને વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડવામાં પણ ઉપયોગ કરી શકશે. આ ડ્રોન એવા સમયે પણ મળી આવ્યું છે જ્યારે પાકિસ્તાન ભારત પર હુમલાની ચીમકીઓ આપી રહ્યું છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!