GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

પાકિસ્તાનમાં ક્રેશ થયેલું પ્લેન ચીની કંપની પાસેથી લેવામાં આવ્યું હતું ભાડે, લેન્ડિંગ પહેલા જ થયું ક્રેશ

પાકિસ્તાન

પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના કરાંચી એરપોર્ટની પાસે બની છે. આ વિમાનમાં 98 જેટલા મુસાફરો સવાર હતા. હાલ આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી કે આખરે આ વિમાન ક્રેશ કઈ રીતે થયું. જોકે સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર પ્લેનનું લેન્ડિંગ ગિયર ઓપન ન થઈ શક્યું અને તેના કારણે આ દુર્ગટના ઘટી હતી.

ત્યાં જ પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝે અનુસાર કરાચીમાં ક્રેશ થયેલુ પ્લેન ચીની કંપની પાસેથી લીઝ પર લેવામાં આવ્યું હતું. જેમાં 98 લોકો સવાર હતા જેમાંથી 91 યાત્રીકો હતા જ્યારે 7 ક્રૂ મેમ્બર્સ હતા. આ પ્લેનને લેન્ડિંગ વખતે ગિયર ઓપન કરવામાં કોઈ ટેક્નિકલ મુશ્કેલી આવી જેના કારણે તે રહેણાક વિસ્તારમાં જઈને પડ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે અને લોકો તેને ઘરની છત પર જઈને જોઈ રહ્યા છે.

કરાચી શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત

પાકિસ્તાનના કરાચી શહેરમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન લાહોરથી કરાચી પહોંચ્યું હતુ. પરંતુ કરાચીના એરપોર્ટ પર લેન્ડ થાય તેના ચાર કિલોમીટર પહેલા જ વિમાન તૂટીને મલિર વિસ્તારની મોડેલ કોલોની નામના રહેણાંક વિસ્તાર પર પડ્યું. વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેટની એરબસ એ-320 નામની ફલાઇટમાં 98 જેટલા લોકો સવાર હતા.

રહેણાંક વિસ્તારમાં પડ્યું પ્લેન

વિમાન જે રહેણાંક વિસ્તારમાં પડ્યું છે ત્યાં ઘણા મકાનો પણ દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. સીએએના સૂત્રો પ્રમાણે લેન્ડિંગ થવાની અમુક મિનિટ પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાનમાં 85 પ્રવાસીઓ ઇકોનોમી કલાસમાં અને છ પ્રવાસીઓ બિઝનેસ કલાસમાં મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ પાકિસ્તાની સેનાની ક્વિક રીએકશન ફોર્સ, પાકિસ્તાન રેન્જર્સ સિંધ ટ્રૂપ્સ, કરાચી પોલીસ અને ફાયર બ્રિગનેડની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કાર્ય આરંભી દીધુ હતુ.

Read Also

Related posts

Jio આપવાની છે પોતાના 38 કરોડથી વધારે ગ્રાહકોને એક વર્ષ માટે મોટી ભેટ

Mansi Patel

લદ્દાખમાં ચીને સૈનિકોની કેવી રીતે કરાવી ઘુસણખોરી, સુરક્ષા એજન્સીઓએ સોંપ્યો રિપોર્ટ

Mansi Patel

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!