પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની અછત સતત વધી રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનનમાં પેટ્રોલ ડિઝલનાં ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. આ સંકટ સામે લડવા માટે પાકિસ્તાન સરકારે એક રસ્તો અપનાવ્યો છે.

પાકિસ્તાન સરકારે કર્મચારીઓના કામકાજના દિવસો ઘટાડવાનું વિચારી રહી છે. પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર સોમવારે એક અહેવાલમાં આ માહિતી આપી હતી. પાકિસ્તાન સરકારે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય તેલની વધતી કિંમતો અને દેશમાં વધી રહેલા વપરાશ વચ્ચે લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ઊંચા ભાવને કારણે વધતા તેલના વપરાશ અને વધતા આયાત ખર્ચ વચ્ચે સરકાર દ્વારા આ નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર આ પદ્ધતિ અપનાવીને ઈંધણ બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
પાકિસ્તાન સરકારના આ પગલાથી અંદાજીત 2.7 અરબ ડોલર સુધીની વાર્ષિક વિદેશી વિનિમય બચત થઈ શકે છે. અંદાજો ત્રણ અલગ-અલગ દૃશ્યો પર આધારિત છે, જે સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન દ્વારા કામકાજના દિવસોને સંતુલિત કરવા અને દેશના વિદેશી હૂંડિયામણને 1.5 અરબ ડોલર બિલિયનથી 2.7 અરબ ડોલર બચાવવા માટે ઇંધણના સંરક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તોમાંથી એકમાં ચાર કામકાજના દિવસો અને ત્રણ રજાઓનો સમાવેશ થાય છે. આ સાથે સરેરાશ POL બચત દર મહિને 12.2 કરોડ થવાનો અંદાજ છે. જે એક વર્ષમાં 1.5 અરબ ડોલર સુધી જઈ શકે છે. 90 ટકા તેલ કામકાજના દિવસોમાં અને બાકીના 10 ટકા મહિનાની રજાઓમાં વપરાય છે.
પાકિસ્તાની બેંક દ્વારા તૈયાર કરાયેલા બીજા પ્રસ્તાવમાં ચાર કામકાજના દિવસો, બે રજાઓ અને એક દિવસ લોકડાઉન છે. જેના પરિણામે દર મહિને આશરે 17.5 કરોડ ડોલરની બચત થશે, જે દર વર્ષે વધીને 2.1 અરબ ડોલર જેટલી થઈ શકે છે.
ત્રીજો વિકલ્પ જેમાં ચાર કામકાજના દિવસો, એક રજા અને બે દિવસ લોકડાઉન. આના પરિણામે 23 કરોડ ડોલર અથવા લગભગ 2.7 અરબ ડોલરની બચત થશે.
જો કે, પાકિસ્તાન સરકારના આ નિર્ણયને ખૂબ જ કઠોર માનવામાં આવી રહ્યો છે કારણ કે તે લોકોના વિશ્વાસને નકારાત્મક રૂપથી અસર કરી શકે છે.