GSTV
Home » News » પાક.નું નર્યુ જુઠ્ઠાણુ: PM મોદી-ઇમરાન ખાન વચ્ચે થઇ બેઠક અને મિલાવ્યા હાથ

પાક.નું નર્યુ જુઠ્ઠાણુ: PM મોદી-ઇમરાન ખાન વચ્ચે થઇ બેઠક અને મિલાવ્યા હાથ

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બિશ્કેકમાં એક નિવેદન આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે સમાનતાનાં આધારે સન્માનજનક રીતે વાત કરવા તૈયાર છે. કુરેશીએ જણાંવ્યું કે, હવે તે નવી દિલ્હી પર નિર્ભર છે કે, તે લાંબા સમયથી પડતર મુદ્દા પર ઇસ્લામાબાદ સાથે વાત કરે છે કે નહિં.

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજીત 19માં શાઘાંઇ સહયોગ સંગઠન(SCO)માં હાજરી આપવા આવેલા પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત-પાક. સંવાદની વાત રજુ કરી હતી. આ દરમિયાન કુરેશીએ જણાંવ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગઇકાલે શુક્રવારે અભિવાદન થયું હતું.

modi imran khan

SCOમાં મોદી-ઇમરાને હાથ મિલાવ્યા

શાહ મહેમૂદ કુરેશીએ મીડિયા સાથે વાત કરતાં જણાંવ્યું હતું કે, હાં, બેઠક થઇ, બન્ને નેતાઓએ હાથ મિલાવ્યા અને એકબીજાનું અભિવાદન પમ ઝીલ્યું. કુરેશીએ ભારત સરકાર પર વોટ બેન્ક સુરક્ષિત રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનને જે કહેવું હતું, તે અમે કહિં દિધું.

સન્માનજનક રીતે ચર્ચા કરીશું

કુરેશીએ જણાંવ્યું કે, હવે ભારતે નિર્ણય કરવાનો છે. અમને કોઇ ઉતાવળ નથી કે કોઇ સમસ્યા નથી. જ્યારે ભારત તૈયાર થશે ત્યારે અમે પણ તૈયાર છીએ. પરંતુ મુખ્ય વાત એ છે કે અમે સમાનતાનાં આધારે સન્માનજનક રીતે વાતચીત કરવા માગીએ છીએ. આગળ વિદેશ પ્રધાન જણાવે છે કે, અમારે ન તો કોઇની પાછળ દોડવાની જરૂર છે, ન તો અમારે કોઇ જલ્દી છે. પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ છે.

READ ALSO

Related posts

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah

કર્ણાટકનાં CM પદેથી કુમારસ્વામીએ આપ્યું રાજીનામું, આગામી બે દિવસમાં ભાજપ સરકાર રચવાનો દાવો રજૂ કરશે

Riyaz Parmar

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!