પાકિસ્તાનનો મોટો નિર્ણય, જે આતંકવાદી સંગઠનો પર 10 મિલિયન ડોલરનું ઈનામ હતું એના પર લગાવ્યો બેન

Pakistani Prime Minister

પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યો છે. પાકિસ્તાની વેબસાઇટ ‘ડોન’ અનુસાર પાકિસ્તાને આતંકવાદી સંગઠન જામત-ઉત-દાવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સાથે ફલાહ-એ-ઈસાનિયત પર પણ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે. આ બંને આતંકવાદી સંગઠનનો મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ સાથે સંબંધ છે. આ બંને સંસ્થાઓને બેઠકમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે.

બેઠકમાં આ બંને સંસ્થાઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ બે સંસ્થાઓ પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સે હાફિઝ સઈદને આતંકવાદી તરીકે ઘોષિત કર્યો છે અને એનાં પર 10 મિલિયન ડૉલરના પુરસ્કારની ઘોષણા કરી હતી. પછી પાકિસ્તાને આ આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તોઇબા પર પ્રતિબંધ મૂક્યો હતો.

મસૂદને મેઈન અડ્ડાથી ખસેડીને સેફ જગ્યાએ મોકલી દીધો

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચોતરફથી દબાણ છે. આવા કિસ્સામાં પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના બહાવલપુરના મુખ્ય મથકમાંથી મસૂદ અઝહરને ક્યાંક બીજે સ્થાળંતરિત કરી દીધો છે. સૂત્રો પાસેથી માહિતી અનુસાર પાકિસ્તાની સરકારે રાવલપિંડીમાં સલામત સ્થળે મસૂદ અઝહરને મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ગુપ્ત માહિતી એજન્સી આઇએસઆઈનું મુખ્યમથક રાવલપિંડીમાં છે.

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ફ્રાન્સ યુનાઇટેડ નેશન્સ પાસે પ્રસ્તાવ લઈને જશે. આગળનાં બે દિવસમાં આ પ્રસ્તાવ લાવી શકાય છે. આ દરખાસ્તમાં તે મસૂદ અઝહર પર પ્રતિબંધ લાવવાની વાત કરવાનાં છે.

પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી છે જેમનો વડો મસૂદ અઝહર છે. તેઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. તે ભારતના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.

મસૂદ અઝહરને પોર્ટુગલમાં નકલી પાસપોર્ટ પર મુસાફરી કરવાના લીધે 1994માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 1999માં 17 વર્ષ પહેલા તેને કંધાર વિમાનના અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેને ભારતે છોડવો પડ્યો હતો. ભારતે વારંવાર એવો દાવો કર્યો છે કે મસૂદ અઝહરને પાકિસ્તાની ગુપ્ત માહિતી એજન્સી આઇએસઆઈ તરફથી મદદ મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter