GSTV

પાકિસ્તાને ભારત માટે ખોલ્યો પોતાનો એરસ્પેસ, બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી હતો બંધ

Last Updated on July 16, 2019 by Mansi Patel

ભારતે  પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાની એરસ્પેસ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને મંગળવારથી ભારતના તમામ વિમાન માટે હવાઈપટ્ટીને ખોલી છે.

જેથી ભારતના વિમાન પાકિસ્તાનના એરસ્પેસ પરથી ઉડાન ભરી શકશે. પાકિસ્તાને બંધ કરેલા એરસ્પેસના કારણે 491 કરોડ રૂપિયાનું નુકસાન વિમાન કંપનીઓને થયુ છે. બાલાકોટ બાદ એર ઈન્ડિયા સહિતની વિમાન કંપનીઓને ટ્રાફિકના રૂટને બદલાવાની નોબત આવી હતી.

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન વિભાગે જાહેર કરેલી નોટિસમાં એરસ્પેસ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે.  મહત્વપૂર્ણ છે કે, ભારતે 26મી ફેબ્રુઆરીએ બાલાકાટોમાં એરસ્ટ્રાઈક કરી જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. જે બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હતો. જેથી પાકિસ્તાને એરસ્પેસને બંધ કર્યો હતો.

બાલાકોટ એરસ્ટ્રાઈકના 140 દિવસ બાદ પાકિસ્તાને મંગળવારે પોતાના એરસ્પેસને ખોલી દીધો છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી તરફથી જાહેર કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યુ છેકે, તત્કાળ પ્રભાવથી પાકિસ્તાન એરસ્પેસને દરેક પ્રકારનાં નાગરિક ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યો છે. જેને કારણે એર ઈન્ડિયાને મોટી રાહત મળવાની આશા છે.

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!