GSTV
Home » News » મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

પાકિસ્તાને કરાચી સમુદ્ર કિનારાના વિસ્તાર નજીક અરબ સમુદ્રમાં ખનિજ તેલ અને ગેસનો મોટો ભંડાર હાંસિલ કરવાની આશા સાથે શરૂ કરેલ ખોદકામ બંધ કરી દીધુ છે. આ કામ ઘણી ધામ-ધૂમથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જે પણ કૂવા ખોદવામાં આવ્યા તેમાં કોઈ ખનિજ તેલ મળ્યું નથી.

વડાપ્રધાન ઈમરાન ખાને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, દેશને કરાચી કિનારા નજીકના સમુદ્રી વિસ્તારમાં તેલનો વિશાળ સ્ત્રોત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ મોટો સ્ત્રોત નિકળશે જેથી હવે બહારથી ક્રૂડ નહિં ખરીદવું પડે. પરંતુ હવે અંગ્રેજી અખબાર ડોનના એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, પેટ્રોલિયમ મામલાના પ્રધાનમંત્રીના વિશેષ સહાયક નદીમ બાબરે જણાવ્યું છે કે, કેકડા-1 ઓઈલ ખોદકામ ક્ષેત્રમાં ખોદકામ દરમિયાન કોઈ અપેક્ષિત સફળતા નથી મળી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્રમાં તેલ ખોદકામ કૂવાના પરિચાલન કરતી કંપનીએ કામ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની રૂપિયામાં કડાકાથી કરાચી સ્ટોક એક્સચેન્જમાં ભૂકંપ, રોકાણકારો રોયા છે. એક ખાનગી   રિપોર્ટ અનુસાર, 17 વારના પ્રયત્ન છતા સફળતા નથી મળી.

આ પ્રોજેક્ટમાં લગભગ 10 કરોડ ડોલર (ભારતીય 700 કરોડ રૂપિયા અને પાકિસ્તાની 1500 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા છે. કેકડા-1 ખોદકામનું તાજુ કામ લગભગ 4 માસ પહેલા ઈતાલવી કંપની ઈએમઆઈએ શરૂ કર્યું હતું.  આમાં અમેરિકાની એક્સાનમોબિલ, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ અને ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડની પણ હિસ્સેદારી છે.  પાકિસ્તાનમાં તેલ ગેલનો પહેલો કૂવો 1963માં અમેરિકાની એક કંપનીએ ખોદ્યો હતો દે સુકાયેલો નીકળ્યો હતો. હાલની નિષ્ફળતા અગાઉ 2005માં નેધરલેન્ડની શેલ કંપનીના પ્રયત્નમાં પણ કી મળ્યું નહોતું.

READ ALSO

Related posts

આ નાનકડી ભૂલ તમને બનાવી દેશે કંગાળ, થશે મોટુ નુકસાન

Bansari

પલાળેલી બદામના સેવનથી થશે અઢળક લાભ, આ બિમારીઓમાં મળશે આરામ

Bansari

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!