ભુખ્યા રહીને પણ ભારત સામે કાશ્મીર માટે લડી લેવાની ડંફાશ મારનારા પાકિસ્તાની રાજકરણીઓના પાપે સામાન્ય નાગરિકોનું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. ઘઉંના લોટ બાદ હવે ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ લોકોને રડાવી રહ્યા છે.

સરકારની બેદરકારીને કારણે ડુંગળીના ભાવ રડાવી રહ્યા હોવાનો નાગરિકો આરોપ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પ્રતિ કિલોએ ડુંગળીના ભાવ 220થી 250 રૂપિયા થઈ ગયા છે. પાકિસ્તાનના જુદા જુદા રાજ્યોમાં ડુંગળીના ભાવ પણ અલગ અલગ છે.

મોંધવારીથી ત્રસ્ત પાકિસ્તાનીઓની આ હાલત માટે ગયા વર્ષે આવેલા પૂર અને તેને કારણે ખેતરમાં રહેલા તમામ પાકને નુકસાન થયું હોવાનું સરકારનું કહેવું છે. જોકે પાકિસ્તાની નાગરિકોમાં અંદર થઈ રહેલી વાત મુજબ પાકિસ્તાની સરકારના ભ્રષ્ટ અને ગેરકારભારને કારણે માથા પર મોંધવારીનું સંકટ નિર્માણ થયું છે. સમયસર સરકારે પગલાં લીધા હોત ડુંગળી, ઘઉંના લોટ જેવી સમસ્યાઓ સર્જાઈ ન હોત. સરકારે નાગરિકોને ચિંતા કરવાને બદલે પોતાની સરકાર બચાવવાના કવાયતમાં રહી હતી.
READ ALSO
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું