GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર / કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન આખરે ઝૂક્યું, જેલમાં બંધ જાધવના ભારત આવવાના દરવાજા ખૂલ્યા

Last Updated on June 11, 2021 by Karan

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન આખરે ઝૂકી ગયું. હવે 5 વર્ષથી તેની જેલમાં બંધ જાધવ માટે ભારત પરત આવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણને વશ થઇ પાકિસ્તાની સંસદના નીચલાં ગૃહે કુલભૂષણને ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર આપતા બિલને મંજૂરી આપી દીધી.

આ બિલ કાયદો બન્યા બાદ મોતની સજા સાંભળી ચૂકેલા જાધવને રાહત મળી શકે છે. પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વ્રારા મોતની સજાનો સામનો કરી રહેલા કુલભૂષણ જાધવને અત્યાર સુધી ઉચ્ચ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર ન હોતો. તેના માટે ભારતે આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઊઠાવતા ત્યાંથી પાકિસ્તાનને ફટકાર મળી હતી.

પરિણામે પાકિસ્તાને સંસદે જાધવ અંગેના જે બિલને મંજૂરી આપી છે. તેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને અનુરુપ મોતની સજાની સમીક્ષા કરવા અને તેના પર પુનર્વિચાર કરવાના અધિકારની જોગવાઇનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની સૈન્યો કોર્ટે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત્ત કુલભૂષણ યાદવને જાસૂસી અને આતંકવાદીના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ કુલભૂષણ યાદવની મોતની સજા વિરુદ્ધ આઇસીજેમાં અપીલ કરી હતી. આઇસીજીએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવાથી રોક લગાવી દીધી હતી.

This image has an empty alt attribute; its file name is kulbhushan-jadhav.jpg

હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ગયા વર્ષે જુલાઇમાં કહ્યું હતુ કે પાકિસ્તાને કુલભૂષણ યાદવને દોષી ઠેરવવા અને સાજ પર પ્રભાવી સમીક્ષા અને પુનઃવિચાર કરવો જોઇએ, અને કોઇપણ જાતનુ મોડુ કર્યા વિના તેને ભારતીય દુતાવાસની પહોંચ ઉપલબ્ધ કરાવવી જોઇએ. જુલાઇ 2019માં આઇસીજીએ પાકિસ્તાનને આદેસ આપ્યો હતો કે તે કુલભૂષણ યાદવને ફાંસી ના આપે.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાધવને 2016માં બલુચિસ્તાનમાંથી પકડ્યો હતો. તેને સૈન્ય કોર્ટે એ જ વર્ષે મોતની સજા સંભળાવી દીધી હતી. જ્યારે પૂર્વ સૈનિક રહેલા કુલભૂષણનું ઇરાનના ચાબહાર પોર્ટથી અપહરણ કરવામાં ઓવ્યો હોવાનો ભારતનો આરોપ છે.ભારતનો દાવે છે કે કુલભૂષમ ઇરાનમાં પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા હતા. થોડા દિવસો પહેલાં ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ મામલે સુનાવણી કરતા પાક. વિદેશ મંત્રાલયને ભારતનો સંપર્ક કરી વકીલની નીમણૂક કરવા અને પાડોશી દેશની ગેરસમજ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પરમાણુ બોમ્બ/ યુદ્ધ ફાટે તો 3,825 શહેર તો ગણતરીની મીનિટોમાં થઈ જશે ખાખ, 9 દેશો પાસે છે 13,080 બોમ્બ

Harshad Patel

કોરોના સંક્રમણ/ પહેલી અને બીજી લહેરમાં આટલા બાળકો થયા સંક્રમિત, આખરે સરકારે કર્યો ખુલાસો

Pritesh Mehta

એક વર્ષ પૂર્ણ/ જવાનોની શહાદતને યાદ કરીને સોનિયાએ મોદી સરકાર પર માર્યા ચાબખા, હજુ પણ નથી થયું સ્પષ્ટીકરણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!