GSTV
Gujarat Government Advertisement

141ની સ્પીડે 16 વર્ષના નસીમ શાહે જે ક્રિકેટરને ધરાશાયી કરી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી તેનું નામ જાણી ચોંકી જશો

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બ્રિસબેન ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાય રહી છે. જેમાં પ્રવાસી પાકિસ્તાની ટીમને શરૂઆતથી જ વિવાદોના વમળમાં ફસવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ પહેલી વખત આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે. જેની ઉંમરના કારણે હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચર્ચામાં છે.

પ્રવાસી પાકિસ્તાની ટીમ માટે ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે રમવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. લાંબા સમયથી હોમ ટાઊનમાં એક પણ મેચ ન રમી હોવાથી હવે પાકિસ્તાનની ટીમને બહાર જ રમવાનો વારો આવે છે. પાકિસ્તાન સામેની મેચમાં ડેવિડ વોર્નરે મુશ્કેલી સર્જી હતી. શરૂઆતથી જ ઓપનર ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશાને પાકિસ્તાન માટે વિકટ સમસ્યા સર્જી દીધી હતી. આ વચ્ચે પાકિસ્તાનના નસીમ શાહે સૌને ચોંકાવી દીધા. નસીમે ટેસ્ટમાં પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપે લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં 100મી ઓવરમાં ડેવિડ વોર્નર 154 રને બેટીંગ કર્યો હતો. એ સમયે કેપ્ટને નસીમને બોલ સોંપવામાં આવી. નસીમે ચુસ્ત બોલિંગ કરતા અનુભવી ડેવિડ વોર્નર માટે અડચણ ઉભી કરી હતી. નસીમે 141.1 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી શોર્ટ બોલ ફેંકી. બોલ એટલી રફ્તારમાં હતી કે ડેવિડ વોર્નરના ગળા પાસેથી નીકળી ગઈ. એ બોલમાં વોર્નર વિકેટ બચાવવામાં સફળ થયો હતો. એ પછીની બોલ બેટની બાજુમાંથી નીકળી વિકેટકિપર પાસે ગઈ. આ સાથે જ ધૂંઆધાર બેટ્સમેન ડેવિડ વોર્નરની સફળ ઈનિંગ પૂર્ણ થઈ ગઈ.

નસીમે પહેલી ઓવરમાં જ 143 કિ.મી પ્રતિ કલાકની બોલિંગ કરી સૌને પ્રભાવિત કરી દીધા. નસીમની પહેલી ઓવરમાં જોવામાં આવે તો…

  1. 145.3
  2. 147.6
  3. 143.9
  4. 144.4
  5. 147.0
  6. 147.7

નસીમે પોતાની ટેસ્ટ કરિયરની પહેલી ઈનિંગમાં 20 ઓવરના સ્પેલમાં 68 રનમાં 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન માટે ડેબ્યુ કરી રહેલા નસીમ શાહની ઉંમરને લઈને શરૂઆતથી જ વિવાદ થતો રહ્યો છે. તેની ઉંમરને લઈને ઘણો વિવાદ વકર્યો હતો. જેમાં કોઈ વાર 16 તો કોઈ વાર 18 કે 19 વર્ષની દર્શાવવામાં આવી હતી. ‘

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!