GSTV
Home » News » પાકિસ્તાનની એવી સ્થિતિ થઈ ગઈ કે ઉંચુ જોઈને રાહ જોવાની ક્યારે થશે ‘નયા પાકિસ્તાન’

પાકિસ્તાનની એવી સ્થિતિ થઈ ગઈ કે ઉંચુ જોઈને રાહ જોવાની ક્યારે થશે ‘નયા પાકિસ્તાન’

પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ ભારતીય રૂપિયાની સરખામણીએ લગભગ અડધી જ છે. મોંઘવારીથી પહેલાથી જ ત્રસ્ત પાકિસ્તાનની જનતાને ઇમરાન ખાનની સરકારે નયા પાકિસ્તાનનો નારો આપ્યો હતો. જો કે ઇમરાનની સરકાર આવ્યા બાદ નયા પાકિસ્તાન તો દૂરની વાત પરંતુ મોંઘુ પાકિસ્તાન જરૂરથી થઇ ગયું છે.

આર્થિક રૂપે ખસ્તાહાલ થઈ રહેલા પાકિસ્તાનની સ્થિતિ વધુ કંગાળ થઈ રહી છે. પાકિસ્તાનમાં મોંઘવારી છેલ્લા 5 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી છે. ગત માર્ચ મહિનામાં મોંઘવારીનો દર 9.4 ટકા પહોંચી ગયો. મોંઘવારી વધવી, રૂપિયાની કિંમતમાં ઘટાડો અને ક્રુડ ઓઈલના ભાવો વધતા પાકિસ્તાનની કેન્દ્રીય બેન્કે વ્યાજ દરો વધારીને 10.75 ટકા કરી દીધા છે.

bomb blast in Pakistan

પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ મુજબ માર્ચ 2019માં ગ્રાહક મુલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી વધીને 9.4 ટકા પર પહોંચી છે. આ દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવ પાકિસ્તાનમાં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ છે. છેલ્લા ત્રણ મહિનામાં તાજા શાકભાજી, ફળો અને માંસના ભાવો ખાસકરીને શહેરી વિસ્તારમાં સતત વધી રહ્યા છે. જુલાઈથી માર્ચ દરમિયાન સરેરાશ મોંઘવારી વાર્ષિક આધારે 6.97 ટકા વધી છે.

પાકિસ્તાન સરકારે બધા પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 6.45 ટકાનો વધારો કર્યો છે. એપ્રિલ મહિના માટે લાગુ કિંમતો અનુસાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 6 રૂપિયા પર્તિ લીટર અને કેરોસીન અને લાઈટ ડિઝલ ઓઈલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. પાકિસ્તાનના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે એટલે પાકિસ્તાન બેવડું વળી ગયું છે અને ગમે ત્યારે નાદારી નોંધાવે એવી શક્યતા છે. પાકિસ્તાનના નાણા મંત્રી અસદ ઉમર ખુદ આ વાતની કબૂલાત કરી ચુક્યા છે.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!