GSTV
Home » News » પાકિસ્તાને ફરી શરૂ કરી અવળચંડાઈ, કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સુલર એક્સેસ આપવાનો ઈનકાર

પાકિસ્તાને ફરી શરૂ કરી અવળચંડાઈ, કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સુલર એક્સેસ આપવાનો ઈનકાર

ભારતની કુટનીતિથી ફફડેલા પાકિસ્તાને ફરીવાર અવળચંડાઈ શરૂ કરી છે.  પાકિસ્તાને પોતાની જેલમાં બંધ કુલભૂષણ જાદવને રાજનાયિક મદદ કરવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા ડોક્ટર મહમદ ફૈઝલે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન કુલભુષણ જાધવને બીજાવાર રાજનાયિક મદદ નહીં કરે. કુલભુષણ જાધવ કથિત જાસુસીના આરોપ હેઠળ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે. જોકે, ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનનો આરોપ છે કે, કુલભુષણ જાધવ જાસૂસ છે. જ્યારે ભારત પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપને ફગાવી રહ્યુ છે.

READ ALSO

Related posts

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah

દિલ્હીના દંગલમાં મોદીજીના મંત્રીનો વાણી વિલાસ, દેશના ગદ્દારોને મારો ગોળી…

pratik shah

Bachchan Pandey Look: અક્ષય કુમારનો અત્યંત ખતરનાક લુક આવ્યો સામે, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!