GSTV

પાકિસ્તાનની ખોરી દાનતનો ખુલાસો તેના જ મંત્રીએ કર્યો, પુલવામા હુમલો ઈમરાન ખાનની સૌથી મોટી ઉપલબ્ધી ગણાવી

પાકિસ્તાનના નેતાઓ બફાટ કરવામાં જરા પણ ઉણા ઉતરતા નથી. ત્યારે હવે ફરી એક વાર ઈમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ ભરી સંસદમાં માન્યુ છે કે, પુલવામામાં સીઆરપીએફ પર થયેલો હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યુ હતું કે, પુલવામા હુમલો પાકિસ્તાનની કામયાબી છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનો શ્રેય ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTIને આપ્યો છે. તેમણે કહ્યુ હતું કે, ઈમરાન ખાન માટે આ મોટી ઉપલબ્ધી છે.

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિસ્ફોટક ભરેલી કારે સીઆરપીએફના કાફલા સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા હતા.

ફવાદ ચૌધરી પાકિસ્તાનના એ નેતા છે, જે પોતાના બફાટને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. મનફાવે ત્યારે ભારતને ગીદડધમકી આપતા હોય છે. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કેટલીય વખત ભારતને યુદ્ધની પણ ધમકી આપી ચુક્યા છે. ફવાદે તો ભારતને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી છે. તેણે તો ચંન્દ્રયાન 2ને લઈને પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ હતું, જો કે, આ ટ્વીટને લઈને તેમને પાકિસ્તાનમાં જ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

બે દિવસમાં બે કબૂલાત

ફવાદ ચૌધરી પહેલા પાકિસ્તાનની રાજકીય પાર્ટીના પીએમએલ-એનના સાંસદે ખુલાસો કર્યો કે, ભારતીય વાયૂસેનાના પાયલટ અભિનંદનનો છૂટકારો ન થતાં ભારત, પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર હતું. તેમણે એ વાત કબૂલી છે કે, તે સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખની હાલત ખરાબ હતી, અને જો તે સમયે પાકિસ્તાન અભિનંદનને છોડવા તૈયાર ન થયુ હોત તો ભારત પાકિસ્તાન પર હુમલો કરી દેત.

આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પણ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાનને પણ પોતાના વિમાનો ભારત તરફ મોકલ્યા હતા. ત્યારે તેમને ત્યાંથી હટાવવા માટે વિંગકમાન્ડર અભિનંદન સામેની બાજૂ જઈ પડ્યા હતા. પાકિસ્તાને તેમને પોતાના કબ્જામાં લઈ લીધા હતા. જો કે, 48 કલાકની અંદર જ પાકિસ્તાન ભારતના આ બહાદૂર જવાનને છોડી મુકવો પડ્યો હતો.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!