GSTV
Home » News » પાકિસ્તાની સેના પર ત્યાંના લોકોને પણ ભરોસો નથી રહ્યો, બીસ્તરા પોટલા લઈ જાતે જ પોતાનો રસ્તો કરી લીધો

પાકિસ્તાની સેના પર ત્યાંના લોકોને પણ ભરોસો નથી રહ્યો, બીસ્તરા પોટલા લઈ જાતે જ પોતાનો રસ્તો કરી લીધો

ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ પીઓકેના ચકોટી વિસ્તાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચકોટીમાં પાકિસ્તાન સેના પર ગામડાના લોકોને ભરોસો ન બેસતા અહીં લોકો પોતાના ઉછાળા ભરીને પલાયન થઈ રહ્યા છે. ચકોટીમાં ભારતીય વાયુસેનાએ જૈશના આતંકવાદી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી.

જેથી ચકોટીના લોકો મોટી સંખ્યામાં પાકિસ્તાન સેના પર વિશ્વાસ મુક્યા વગર સલામત સ્થળે ખસી રહ્યા છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ ચકોટીમાં પાકિસ્તાન સેનાની ગતિવિધિ વધુ તેજ બની છે. અહી મોટી સંખ્યામાં પાકિસ્તાનને સેના ખડકી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

ભારતના સમર્થનમાં આવ્યા આ ત્રણ શક્તિશાળી દેશો

મહત્વનું છે કે, ભારતના દબાણના કારણે ચારે બાજુથી ઘેરાયેલુ પાકિસ્તાન યુએનમાં વધુ મુશ્કેલીમા મુકાયુ છે. કેમ કે, યુએનમાં જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહર વિરૂદ્ધ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની માગ કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જૈશે પુલવામામાં આતંકવાદી હુમલાને અંજામ આપ્યો જેમા સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયા.

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે 15 સભ્યોની સમિતિને જણાવ્યુ કે, મસૂદ અઝહર વિરૂદ્ધ હથિયાર, વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ મુકવો જોઈએ અને તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ ઉલ્લેખ પ્રસ્તાવમાં કરવામાં આવ્યો છે.

યુએનમાં ત્રણેય દેશોએ જે રજૂઆત કરી છે તેમા અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને વિટો પાવરનો ઉપયોગ કર્યો  છે. 

મહત્વપૂર્ણ છે કે, યુએનમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત મસૂદને આતંકવાદી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ અંગે યુએનમાં હજી સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેમા ચીનની ભૂમિકા પણ મહત્વની છે. કેમ કે, ચીન વીટો પાવરથી લેસ હોવાના કારણે યુએનમાં આ પ્રસ્તાવ પર અડિગો જમાવીને બેઠુ છે. ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યુ છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!