ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જેવી સંસદમાં ભારતના બંધારણના અનુચ્છેદ 370ના ખંડ 1 સિવાય આ અનુચ્છેદના તમામ ખંડોને હટાવાની ભલામણ કરી તો દેશભરમાં લોકો એકબીજાનો શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. સરકારે સોમવારે રાજ્યસભામાં એક બિલ રજૂ કર્યુ જેમાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન બે કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું કે બંધારણના અનુચ્છેદ 370ના તમામ ખંડ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન નહી થાય. ગૃહ મંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેદ 370ના તમામ ખંડ લાગૂ નહી થાય.

ભારત સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાની મીડિયામાં ઉથલપાથલ મચી ગઇ છે. પાકિસ્તાની મીડિયા સતત આ ઐતિહાસિક નિર્ણય વિશે દલીલો કરી રહ્યું છે. જાણો શું કહે છે પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ્સ

‘જિયો ટીવી’ લખે છે કે, ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીધી છે. કાશ્મીરમાં તણાવ વધી ગયો છે અને યૂએને ભારતને અપીલ કરી છે. સાથે જ વેબસાઇટે કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રીઓના નજરકેદ કરવા અંગે પણ ટિપ્પણી કરી છે.

પ્રમુખ સમાચાર પત્ર ‘ડૉન’ લખે છે કે, સંસદમાં વિરોધ વચ્ચે ભારતે કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો. ડૉને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના પ્રમુખ ન્યૂઝ ચેનલ ‘શમા ટીવી’ની વેબસાઇટ પર પણ લખવામાં આવ્યું છે કે, ભારતે કાશ્મીર માટે વિશેષ દરજ્જો નાબૂદ કરી દીધો છે. તેણે પોતાના બંધારણના અનુચ્છેદ 35એ અને 370ને હટાવી દીધી છે. વેબસાઇટે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો છે.

જણાવી દઇએ કે શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુર્નગઠન વિધેયક 2019 રજૂ કર્યુ. આ વિધેયક અનુસાર લદ્દાખ હવે કેન્દ્ર શાસિત હશે જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહી હોય. આ વિધેયક અનુસાર કાશ્મરી અને જમ્મુ ડિવિઝન વિધાનસભા સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની જેમ વિધાનસભા હશે. આ વિધાનસભા પાસે અધિકાર તો હશે પરંતુ પોલીસ અને કાયદાની વ્યવસ્થા કેન્દ્રના હાથમાં હશે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત