GSTV
Home » News » ભારતને ઝટકો : અસહ્ય દેવામાં ડુબેલું પાકિસ્તાન POKનો કેટલોક ભાગ ચીનને વેચી દેશે !

ભારતને ઝટકો : અસહ્ય દેવામાં ડુબેલું પાકિસ્તાન POKનો કેટલોક ભાગ ચીનને વેચી દેશે !

પાકિસ્તાની અર્થવ્યવસ્થાની હાલત એટલી દયનીય થઈ ગઈ છે કે, હવે તેને પોતાનું દેવું ચૂકવવા માટે થઈને નવા નવા પેંતરા અપનાવા પડે છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી પાક. હવે પોતાના હસ્તક રહેલા પીઓકેનો અમુક ભાગ ચીનને વેચવા જઈ રહ્યું છે.

હકીકતમાં જોઈએ તો, એક રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન આવું પગલું ભરશે તો, ભારત આ બાબતે ધોર વિરોધ નોંધાવશે. કારણ કે, સીપીઈસી પ્રોજેક્ટ પહેલાંથી જ પીઓકેના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાંથી પસાર થવાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જો કે, ભારત આ બાબતે હંમેશાથી વિરોધ કરવા છતાં અંતર બનાવીને બેઠું છે. કેમ કે, આ વિસ્તાર જમ્મુ અને કાશ્મીરનો એક અભિન્ન અંગ છે અને સીપીઈસી પ્રોજેક્ટ ચીનના શિનજિયાંગ વિસ્તારના ગ્વાદર પોર્ટ સાથે જોડનારો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં થયેલું ઘણું દેવું પાકિસ્તાન પર છે.

એક રિપોર્ટ મુજબ લગભગ 60 અબજ ડૉલરના સીપીઈસી પ્રોજેક્ટ માટે પાકિસ્તાન ડિસેમ્બર, 2019 સુધી ચીન પાસેથી લગભગ 21.7 અબજ ડૉલર લઈ ચુક્યું છે. જેમાંથી 15 અબજ ડૉલરનું દેવું ચીનની સરકાર અને બાકીનું 6.7 અબજ ડૉલર દેવું ત્યાંની ખાનગી સંસ્થાઓ પાસેથી લીધેલું છે. પાકિસ્તાન માટે હવે આ દેવું ચુકવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. જેનું એક મોટું કારણ એ પણ છે કે, પાક. હાલમાં અનેક આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને તેમની પાસે ફક્ત 10 અબજ ડૉલરનું વિદેશી ભંડોણ વધ્યું છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સીપીઈસી પ્રોજેક્ટ પાકિસ્તાન માટે દેવામાં ડુબાડનારો પ્રોજેક્ટ સાબિત થઈ રહ્યો છે. તેમ છતાં પણ પાકિસ્તાન આ પ્રોજેક્ટને વળગી રહ્યું છે.એટલું જ નહીં આ પ્રોજેક્ટના નિર્માણની તમામ જવાબદારી ચીનની કંપનીઓને આપેલી છે. ચીનના તાલિમવાન મજૂરોને લાવીને ત્યાં કામ કરાવી રહ્યા છે અને નિર્માણ માટે ઉપયોગી વસ્તુઓ પણ ચીનમાંથી આયાત કરે છે.

કંગાળ હાલતમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા

એ વાત સો ટકા સાચી છે કે, નબળી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારીના કારણે ત્યાંનાં લોકોનું જીવન નર્કાગાર બની ગયું છે. આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉપયોગી લોટ પણ 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. લાહોર, કરાંચી અને અન્ય શહેરોમાં ઘઉંના એક કિલો લોટની કિંમતમાં 6 રૂપિયાનો વધારો ઝીક્યો છે. લોકોને હવે એક કિલો લોટ માટે 70 રૂપિયા આપવા પડે છે. એક રિપોર્ટ મુજબ પીટીઆઈ સરકારના કાર્યકાળમાં લોટની કિંમતમાં અત્યાર સુધીમાં 20 રૂપિયાનો વધારો થયો છે.

ઈમરાન માનવા તૈયાર નથી

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભલે ખાડે જતી હોય, તેમ છતાં પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ વાત માનવા તૈયાર નથી. ઈમરાનનો દાવો છે કે, દેશ હવે કપરી પરિસ્થિતીમાંથી બહાર આવી ચુક્યો છે.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!