છેલ્લા કેટલાય સમયથી એશિયાકપની યજમાનીને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. જો કે હવે એશિયા કપની યજમાનીને લઇ ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હકીકતમાં આ વર્ષે એશિયાકપનુ આયોજન પાકિસ્તાનમાં થઇ રહ્યુંછે. બીસીસીઆઈ એ ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહિ જાય એ વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધી છે. જેને લઇ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ પાકિસ્તાન સતત આગ્રહ કરી રહ્યું હતું કે એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજવો જોઈએ. જો કે હવે આ વિવાદનો અંત આવી ગયો લાગે છે. બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે મિટિંગ ગોઠવાઈ હતી. જેમાં આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, એશિયાકપ 2023નું આયોજન પાકિસ્તાનમાં જ થશે. પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનની ધરતી પર એકપણ મેચ નહિ રમે. ભારતીય ખેલાડીઓ માટે અન્ય કોઈ ન્યુટ્ર્લ સ્થળે મેચનું આયોજન કરવામાં આવશે.

જો કે ભારતીય ટીમ માટે એશિયા કપની તમામ મેચો કયા દેશમાં રમશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ રિપોર્ટમાં UAE, ઓમાન, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડ જેવા દેશોના નામ સામે આવ્યા છે. ભારતને ઈંગ્લેન્ડમાં મેચ રમવાની શક્યતા ઓછી છે કારણ કે ટીમોએ અહીં પ્રવાસ કરવામાં ઘણો સમય પસાર કરવો પડશે.

એશિયા કપ 2023માં ભારત પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે
એશિયા કપ 2023માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમ એક ગ્રુપમાં છે. આવી સ્થિતિમાં, જો બંને ટીમો ફાઇનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો ચાહકોને આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર જોવા મળી શકે છે. વર્લ્ડ કપ 2023ના કારણે આ વખતે આ ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે.
આ વર્ષે એશિયા કપ સપ્ટેમ્બરના પહેલા વીકમાં યોજાઈ શકે છે. આ ટૂર્નામેન્ટમાં 13 દિવસમાં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન સાથે એક ક્વોલિફાયર ટીમ હશે જ્યારે બીજા ગ્રુપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હશે. એશિયા કપના ફોર્મેટ મુજબ, દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો સુપર 4માં આગળ વધશે, ત્યારબાદ સુપર 4માં ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો