ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સુરક્ષા દળોને ચેતવણી આપી છે કે ગમે ત્યારે પાકિસ્તાન ભારતમાં રેલવે ટ્રેક ઉડાવી શકે છે. જેનાથી મોટી રેલ દુર્ઘટનાને અંજામ આપી શકાય. ખાસ કરીને પંજાબ અને પાકિસ્તાન સરહદના વિસ્તારોમાં આવેલા ભારતીય રેલવે ટ્રેક પાક.ના નિશાના પર છે. માત્ર મુસાફરો વાળી ટ્રેન જ નહીં માલવાહક ટ્રેનો પણ આતંકીઓના નિશાના પર છે.

પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ આ પાછળ સક્રિય થઇ ગઇ છે અને ભારતમાં તેના જે પણ ઓપરેટિવ છે તેના સંપર્કમાં છે. આઇએસઆઇએ તેના સક્રિય આતંકીઓને ભારતમાં ટ્રેનોને નિશાન બનાવવાના આદેશ આપ્યા હોવાના ગુપ્ત રિપોર્ટ મળ્યા છે. જેને પગલે પંજાબ અને આસપાસના રાજ્યોમાં રેલવેની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનનો સ્લીપર સેલ સક્રિય કરી દેવામાં આવ્યો છે અને બહુ મોટી રકમ આઇએસઆઇએ ચુકવી છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સરપંચની હત્યાના કેસમાં નાસતા ફરતા ત્રણ હાયબ્રીડ આતંકીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ બારામુલ્લામાં છુપાયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરાઇ છે. ૧૫મી એપ્રીલે આતંકીઓએ પટ્ટન વિસ્તારમાં સરપંચ મંઝૂર અહેમદની હત્યા કરી હતી, આતંકીઓ આ હુમલા પછી નાસી છુટયા હતા, જેની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ આતંકીઓ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા છે અને અંતે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. જે આતંકીઓ ઝડપાયા છે તેમના નામ નૂર મોહમ્મદ યાતૂ, મોહમ્મદ રફિક અને મોહમ્મદ અકબર છે.
READ ALSO
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે