GSTV

પાકિસ્તાનની નફફટાઈ, આતંકી મસૂદ અઝહર સહિત 6 ટૉપ કમાન્ડરોને સુરક્ષિત સ્થાન પર સંતાડ્યા

Last Updated on February 23, 2019 by Karan

પાકિસ્તાનનો આતંકી ચેહરો ફરી એકવાર બેનકાબ થયો છે. ભારતીય ગુપ્ત એજન્સીને મળેલા ઈનપુટ અનુસાર પાકિસ્તાની સેનાએ આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને કંટ્રોલમાં લાવ્યા પહેલા મોટા ષડયંત્રને અંજામ આપ્યો છે.

પાકિસ્તાની સેનાએ પુલવામા હુમલાને અંજામ આપવામાં જેશ-એ-મોહમ્મદના ખૂંખાર આતંકી મસૂદ અઝહર સહિત 6 ટૉપ કમાન્ડરોને સુરક્ષિત સ્થાન પર સંતાડ્યા છે. ગુપ્ત એજન્સી અનુસાર આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાની સેનાએ ISIના સેફ હાઉસમાં સંતાડ્યા છે.

કારના ટુકડા 150થી 200 મીટર સુધી ફેલાયા

પુલવામા હુમલા બાદ તપાસમાં લાગેલી  સુરક્ષા એજન્સીના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલામાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો તે કાર 2010માં બનાવવામાં આવી હતી. કારમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટ  હોવાના કારણે કારના ટુકડા 150થી 200 મીટર સુધી ફેલાયા છે. કારમાં 30 કિલો આરડીએસને પેક કરીને મોટો બોમ્બ બનાવવામાં આવ્યો હતો. જે બાદ કારમાં વિસ્ફોટ કરી દેવામાં આવ્યો છે.

તપાસ એજન્સી બાદ  મારૂતીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યુ કે, હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર મારૂતિ ઈકો હતી. અને કારને બીજી વાર બનાવવામાં આવી પણ હતી. તપાસ એજન્સીએ કારના કેટલાક પાર્ટ પણ એકત્ર કર્યા  છે. જેના આધારે આ કારના માલિક સુધી પહોંચવા એજન્સીએ તપાસ શરૂ કરી છે.

Related posts

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana

શું જૂન 2022 સુધી જરૂરી નથી સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ ? સરકારે આપ્યો જવાબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!