GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પાકનો નાપાક ઈરાદો, ફરીથી કાશ્મીર ખીણને અશાંત કરવા ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

લદ્દાખમાં ચીન સાથેના તણાવની વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર ખીણને અશાંત કરવાના ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનનો ઇરાદો કાશ્મીર ખીણમાં વધુમાં વધુ આતંકી ઘટનાઓને અંજામ આપવાની અને સુરક્ષાદળોને ભારે નુકસાન પહોંચાડવાની છે. એટલું જ નહીં તાજેતરમાં ટોપ કમાન્ડરોના સફાયાના કારણે અકળાયેલા આતંકવાદી સંગઠનો પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માંગે છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપ જમ્મુ અને કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે, ગુપ્તચર વિભાગે સુરક્ષાદળોને એલર્ટ કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાનના 20 જેટલા આતંકવાદીઓનું એક જૂથને પાકિસ્તાનની એસએસજીએ આતંકી હુમલા માટે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ટ્રેનિંગ આપી છે. આ સાથે જ આતંકવાદી જૂથો દ્વારા ઘૂસણખોરીની પણ યોજના બનાવાઇ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ISIએ આતંકવાદી જૂથ ધ રેસીસ્ટન્સ ફ્રંટ એટલે કે TRFને મેદાનમાં ઉતાર્યું છે.

હુમલાને અંજામ આપવાની ફિરાક

ગુપ્તચર વિભાગના ઇનપુટ પ્રમાણે ISI અને પાકિસ્તાનની સેનાની સ્પેશિયલ ફોર્સ આતંકવાદીઓ સાથે મળીને કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. જે માટે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં એસએસજીના ટ્રેનરે 20 તાલિબાની આતંકવાદીઓને ટ્રેઇન કર્યા છે. તદ્ઉપરાંત એલઓસી પર આશરે 400થી 500 જેટલા આતંકવાદીઓ બરફના પહાડોમાંથી છુપાઇને ઘૂસણખોરીની ફિરાકમાં છે. ગુપ્તચર વિભાગના ઇનપુટ પ્રમાણે શ્રીનગરનો પંથા ચોક, સોપોરનો ટાઉન હોલ, સોપોર-કુપવાડા બાઇપાસ, બારામુલા હાઇવે અને હંદવાડા-બારામુલા રોડની ચેકપોસ્ટ આતંકવાદીના નિશાને છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલાને આતંકીઓ ટાર્ગેટ કરી શકે છે..

વિસ્ફોટક ભરેલી કાર ઝડપાઇ ગઇ

જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તોઇબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ જ પુલવામા પાર્ટ-ટુની ષડયંત્ર રચ્યું હતુ. જોકે, સુરક્ષા દળોની સતર્કતાના કારણે વિસ્ફોટક ભરેલી કાર ઝડપાઇ ગઇ અને આતંકી ષડયંત્રનો પર્દાફાશ થઇ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, પીઓકેમાં ગત્ દિવસોમાં ISI અને આતંકવાદી સંગઠનોની વચ્ચે થયેલી બેઠકમાં આતંકી કમાન્ડરોનો ખાત્માના કારણે ચિંતા છવાયેલી જોવા મળી હતી.

ષડયંત્ર રચવામા આવ્યા

આ બેઠકમાં આતંકી હુમલા તેજ કરવા અને સુરક્ષા જવાનોને નુકસાન પહોંચાડવા માટે ષડયંત્ર રચવામા આવ્યા. જેમાં એલઓસી પર નીલમ ખીણ અને તેના આસપાસના વિસ્તારોની સાથે પૂંછ અને રાજૌરી સેક્ટર તરફ આતંકીઓના લોન્ચિંગ પેડ સક્રિય કરીને ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટેનો પ્લાન ઘડાયો છે.

સેનાની પોસ્ટ બદમાશ કોમ્પ્લેક્ષમાં કેન્દ્રીત

પાકિસ્તાને ઘૂસણખોરી કરાવવા માટે એલઓસી પાસેના જંગલોમાં આગ પણ લગાવી છે. આતંકવાદીઓના બે જૂથોને પાકિસ્તાનની પોસ્ટ અને સરદારીમાં જોવામાં આવ્યા છે. જૈશ ઉપરાંત અન્ય એક આતંકી જૂથના આતંકીઓ કેલ અને તેજીયનમાં જોવા મળ્યા છે. જે માછિલ સેક્ટરની વિરૂદ્ધ સાઇડમાં છે. લશ્કરે તોઇબાના આતંકીઓ પીઓકેના ગાંવ નટ્ટાર અને પાક. સેનાની પોસ્ટ બદમાશ કોમ્પ્લેક્ષમાં કેન્દ્રીત છે.

READ ALSO

Related posts

ચાની ચૂસ્કી થશે મોંઘી, જૂન મહિનામાં વિવિધ બ્રાન્ડની ચાના ભાવમાં 10.6 ટકાનો વધારો

Mansi Patel

ATMમાંથી કેશ વિડ્રોઅલના બદલાઇ ગયાં નિયમ, આ વિગત નહીં આપો તો નહીં ઉપાડી શકો 10 હજારથી વધુ રૂપિયા

Bansari

કોરોનામાં દેશના ટોપ-10 બિઝનેસ હાઉસમાંથી 6ને લાગ્યો ઝટકો, સંપત્તિમાં થયો મોટો ઘટાડો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!