GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાનના દાવા અંગે ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ જાધવે પુર્નવિચાર અરજી દાખલ કરવાનો ઈનકાર કર્યો, જે તેમના ઢોંગને યથાવત રાખવાનો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કુલભૂષણ જાધવને નકલી કેસ અંતર્ગત ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે તેઓને પુર્નવિચાર અરજી દાખલ કરવાને લઈને મજબૂર કરવામાં આવ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું જાધવ મામલે પાકિસ્તાન ભ્રમ ફેલાવે છે

પાકિસ્તાને પોતાની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ભારતને બીજા કાઉન્સેલર એક્સેસનું આમંત્રણ આપ્યું છે. સાથે જ તેઓએ કુલભૂષણ જાધવના પિતાને પણ પુત્રને મળવાની મંજૂરી આપી છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો ઈનકાર કરી દીધો છે અને ઈચ્છે છે કે તેની દયા અરજીને આગળ વધારવાં આવે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના એક અધિકારી જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું કે, 17 જૂને જાધવની પુર્નવિચાર અરજી દાખલ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓએ આવવાનો ઈનકાર કરી દીધો. સાથે જ તે વાત પર જોર આપ્યું કે તેમની દયા અરજીને જ આગળ વધારવામાં આવે.

અગાઉ પાકિસ્તાને જાધવ મામલે સમીક્ષા કરવાની વાત કહી હતી

આ પહેલાં પાકિસ્તાનીએ કહ્યું હતું કે તેઓ આઈસીજેના નિર્ણયના અંગે કુલભૂષણ જાધવના મામલાની સમીક્ષા સુનિશ્ચિત કરવા માટેનું પગલું ભરશે. હેગ સ્થિત આઈસીજેએ ગત વર્ષે જુલાઈમાં નિર્ણય આપ્યો હતો કે પાકિસ્તાનને જાધવની દોષસિદ્ધિ અને સજા અંગે પુર્નવિચાર કરવો જોઈએ. કોર્ટે પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તેઓ જાધવને રાજનાયિક ઉપલબ્ધ કરાવે.

ભારતીય નેવીના સેવાનિવૃત અધિકારી 49 વર્ષના જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. જે બાદ ભારતે આઈસીજેનો સંપર્ક કરી જાધવની સજા અને રાજનાયિક આપવાની મંજૂરી આપવાને લઈને પાકિસ્તાનના ચૂકાદાને પડકાર્યો હતો. પાકિસ્તાન આઈસીજેના નિર્ણય સામે પુર્નવિચારની અરજી દાખલ કરવા નથી આપતા.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!