GSTV

ભારત સાથે કરેલી અવળચંડાઈ પાકિસ્તાનને મોંઘી પડશે, જાણો કેવીરીતે

ભારતની સાથે ચાલી રહેલો ગજગ્રાહ પાકિસ્તાનને વધુ ભારે પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીને પગલે પાકિસ્તાનમાં મોંઘવારી 4 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. ગલ્ફ ટાઈમ્સ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનનો મોંઘવારી દર વધીને 8.2 ટકા થયો છે. ભારત દ્વારા કડક રીતે ઉઠાવવામાં આવેલા પગલાંથી પાકિસ્તાની રૂપિયામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી ઈમ્પોર્ટ બેસ્ડ ઈકોનૉમીમાં કોમોડિટીઝની કિંમતો વધી છે.

પાકિસ્તાન બ્યૂરો ઑફ સ્ટેટસ્ટિક્સ (PBS)ની રીપોર્ટ મુજબ, ફેબ્રુઆરી 2019માં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) મોંઘવારી જાન્યુઆરી મહિનામાં વાર્ષિક આધારે 7.19 ટકા હતો. કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન અત્યારે 2014ના સ્તરે પહોંચી ગયો છે. જૂન 2014માં મોંઘવારી દર 7.19 ટકા હતો. પીબીએસ મુજબ, ફેબ્રુઆરીમાં ટામેટા, આદુ, ખાંડ, ચા, મટન, ગોળ, ઘી, માછલી, મગની દાળ, ઈંડા, કુકિંગ ઑઈલ, ચોખા, દાળ, દૂધ અને ઘઉંની કિંમતોમાં 3.21-179.40 ટકા સુધી વધ્યો.

પાકિસ્તાનમાં મોંઘવારીની અસર તેની મૌદ્રિક નીતિ પર પણ પડ્યો છે. સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને રૂપિયાની ઘટતી કિંમત અને ક્રૂડ ઑઈલની વધી રહેલી કિંમતોને કેન્દ્રમાં રાખીને ઘણાં ફેરફાર કર્યા છે. બેંકે ગયા વર્ષે જાન્યુઆરીમાં લોનના દરોમાં પણ 4.5 ટકાનો વધારો કર્યો હતો.

SAFTAથી થશે બહાર પાકિસ્તાન

પુલવામા આતંકવાદી હુમલાને પગલે મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવ્યા બાદ અને નિકાસ થનારા સામાનો પર બેસિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા વધાર્યા બાદ ભારત સરકાર ફરીથી એક વખત પાકિસ્તાનને આર્થિક નુકસાન પહોંચાડવાની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ, ભારત પોતાની નવી રણનીતિ હેઠળ પાકિસ્તાનને સાઉથ એશિયન ટ્રેડ એરિયા (સાફ્ટા)માંથી બહાર ધકેલવાનું વિચાર કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમિત યુવતીની દ્રઢ ઈચ્છાશક્તિ જોઈ ડૉક્ટર્સ પણ હેરાન, ખુદની હિંમતથી વાયરસને આપી માત

Ankita Trada

મુંબઈમાં કોરોનાના કારણે વધુ એક મહિલાનું મોત, પોઝિટીવ કેસની સંખ્યા 199

Pravin Makwana

કોરોના મહામારીની વચ્ચે નોર્થ કોરિયાએ ફરી કર્યુ મિસાઈલ પરીક્ષણ, આ મહીને 8 મિસાઈલો દાગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!