GSTV
Home » News » કાશ્મીરમાંથી 370 હટયા પછી, બોખલાયેલા ઈમરાન કાલે કરશે PoKનો પ્રવાસ

કાશ્મીરમાંથી 370 હટયા પછી, બોખલાયેલા ઈમરાન કાલે કરશે PoKનો પ્રવાસ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન ફરી એક ઉશ્કેરણીજનક પગલું ઉઠાવવા જઇ રહ્યું છે. પાકિસ્તાના સ્વતંત્રતા દિવસ 14 ઓગષ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પીઓકેનો પ્રવાસ કરશે. ઇમરાન ખાન પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં ત્યાંની વિધાનસભામાં સંબોધન કરશે. આ ઉપરાંત પાકિસ્તાને પીઓકેમાં ભાગલાવાદીઓના સમર્થનમાં રેલીનું પણ આયોજન કર્યું છે. ઇમરાન ખાનના પ્રવાસ સમયે પીઓકેમાં જુદા જુદા સ્થળે રેલીઓ કાઢવામાં આવશે.

પાકિસ્તાને 15 ઓગષ્ટને કાળો દિવસ મનાવવાનું એલાન કર્યું છે. આ દિવસે ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાય છે.ઇમરાન ખાન પીઓકેમાં એક સર્વપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. પાક. સરકારના નિવેદનમાં જણાવાયું છે કે ઇમરાન અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ બેઠક કરશે.

ઇમરાનના પ્રવાસ પર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાશ્મીરી લોકોના સમર્થનમાં રેલીઓ યોજાશે. પાકિસ્તાન સરકારે 15 ઓગસ્ટના દિવસને બ્લેક ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં પણ ભારત વિરોધી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીઓમાં બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવે તેવી સંભાવના છે.

પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ કહે છે. સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાનની સાથે અનેક સંઘીય પ્રધાનો ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ ની રાજધાની મુઝફ્ફરાબાદની મુલાકાત પણ લેશે. વડા પ્રધાન ત્યાં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે અને ત્યાં વિધાનસભાને સંબોધન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાન જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને પણ અલગથી મળશે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

ફાઈટર જેટમાં થાઈલેન્ડની રાણીનો જલવો, રાજમહેલની વેબસાઈટ થઈ ક્રેશ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!