GSTV

પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનની સામે પોસ્ટ લખવી પત્રકારને પડી ભારે, ઉઠાવીને લઈ ગઈ પોલીસ

Last Updated on January 18, 2020 by Mansi Patel

પાકિસ્તાનમાં એક પત્રકાર માટે ઈમરાન સરકારની સામે પોસ્ટ લખવું ભારે પડી ગયુ છે. લાહારોની એક કોર્ટે ફેસબુક પર દેશ વિરોધી પોસ્ટ શેર કરવાનાં આરોપમાં પત્રકારને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એફઆઈએ) ની ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ડૉન ન્યૂઝ મુજબ, ચેનલ ફાઈવ અને ઉર્દૂ સમાચાર પત્ર ખબરે સાથે જોડાયેલાં અઝહરુલ હક વાહિદની એફઆઈએ એ ગુરૂવારે ધરપકડ કરી હતી. અને તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. નોંધાયેલાં કેસ મુજબ, ‘સોશિયલ મીડિયાની તપાસ દરમ્યાન રાષ્ટ્રવિરોધી અને સરકારી અધિકારીઓ તથા વિભિન્ન વિભાગોની સામે આપત્તિજનક પોસ્ટ વાહિદના નામથી ફેસબુક પ્રોફાઈલથી અપલોડ કરાયા હતા’

એફઆઈએ એ પત્રકારને શુક્રવારે ટ્રસ્ટના મેજિસ્ટ્રેટ યાસીર અરાફત સમક્ષ રજૂ કરાયો હતો. એજન્સીના વકીલે વહીદના રિમાન્ડની માંગ કરી કહ્યું હતું કે, વધુ તપાસ માટે તેને તેની જરૂર છે. અત્યારે તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે રાષ્ટ્ર વિરોધી સામગ્રી શું હતી.

વકીલે કહ્યું કે આરોપીએ તેના ફેસબુક પેજ પર રાષ્ટ્રગીત સાથે છેડછાડ કરીને તેને અપમાનજનક બનાવીને શેર કર્યું છે. તેમણે કહ્યું કે પત્રકારના નિવાસસ્થાન પર પણ તલાશી લેવામાં આવી છે. આખી ચર્ચા સાંભળ્યા બાદ કોર્ટે વાહિદને ત્રણ દિવસ માટે એફઆઈએની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એજન્સીને 20 જાન્યુઆરીએ ફરી વાહિદને રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

દરમિયાન, લાહોર પ્રેસ ક્લબે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને વહિદની ધરપકડની આકરી ટીકા કરી હતી. પ્રેસ ક્લબે વડા પ્રધાન ઇમરાન ખાનને વાહિદને તાત્કાલિક મુકત કરવા માંગ કરી છે. પ્રેસ કલબએ એફઆઇએ પાસે માફી માંગવાની માંગ કરી છે અને જો તેમ ન થાય તો દેશવ્યાપી વિરોધની ચેતવણી આપી છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!