GSTV
News Trending World

પાકિસ્તાન/ ગેરકાયદેસરના કબ્જાવાળા બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની રચના, બધા પાસે માન્યતા મેળવશે

પાકિસ્તાનના ગેરકાયદેસરના કબ્જા હેઠળના પ્રાંત બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ચાલતા આંદોલનમા આંદોલન ચલાવનારા નેતાઓએ ૨૧ માર્ચે પોતાની નિર્વાસિત સરકારની રચના કરી છે. કેનેડામાં રહેતી બલોચ નેતા અને પ્રાધ્યાપિકા નાયલા કાદરી બલોચને આ સરકારની અધ્યક્ષ બનાવાઈ છે.

શુક્રવારે જારી કરેલા નિવેદનમાં કાદરીએ જણાવ્યું હતું કે તે આ નિર્વાસિત બલૂચ સરકારની અધ્યક્ષ છે. નિર્વાસિત સરકારની સ્થાપના યુરોપમાં ક્યાંક કરવામાં આવી છે, પરંતુ સલામતીના કારણસર તેની જાહેરાત કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું હતું કે આ સરકાર હવે જુદી-જુદી સરકારો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંપર્ક કરશે. બધા બલૂચી દળો, સમૂહો અને ફોરમો પર પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તે આ સરકારનું સમર્થન કરશે અને લોકતાંત્રિક સિદ્ધાંતો પર સરકાર ચલાવવામાં મદદ કરશે.

તેમણે જણાવ્યું હતું કે બલૂચિસ્તાનમાં સંસ્થાનવાદને ત્યારે જ રોકી શકાય છે જ્યારે ત્રણ ક્ષેત્રોમાં રહેતા ચાર કરોડ બલૂચોને એકત્રિત કરવામાં આવે. તેમને અફઘાનિસ્તાનમાં રહેતા બલૂચ સંગઠનો અને ઇરાનના પશ્ચિમી બલૂચિસ્તાનનું સમર્થન હાંસલ છે.

બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે આંદોલન ચલાવતી બલોચ લિબરેશન આર્મી (બીએલએ) ના યોદ્ધાઓએ પાકિસ્તાની લશ્કરની એજન્સીઓની સામે હુમલા તેજ કરી દીધા છે. મંગળવારે બીએલએએ મિલિટરી ઇન્ટેલિજન્સ (એમઆઇ) અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ની કરન શહેર સ્થિત ઓફિસો પર રોકેટમારો કર્યો હતો.

બીએલએના પ્રવક્તા આઝાદ બલોચે જણાવ્યું હતું કે અમારા લડાકુઓએ ફ્રન્ટિયર ફોર (ેએફસી)ની ચેકપોસ્ટને પણ નિશાન બનાવી. બીએલએએ તેમા કેટલાય સૈનિકો માર્યા ગયાનો અને ઇજા પામ્યાનો દાવો કર્યો. જો કે સ્થાનિક પોલીસે કોઈપણ પ્રકારની જાનહાનિની વાત નકારી છે. પણ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના પછી સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ લઈ જવાતી જોઈ છે.

Read Also

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi
GSTV