GSTV

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું જય શ્રી રામ, ફેન્સે કહ્યું સલામત રહો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દાનિશ કનેરિયાએ એક ટ્વિટ કરી હતી અને તેમાં તેણે ભગવાન રામ આપણા આદર્શ છે અને  દુનિયાભરના હિન્દુઓ માટે  ઐતિહાસિક દિવસ છે. કનેરિયાએ અયોધ્યામાં બુધવારે થયેલા ભૂમિપૂજન અંગે આ વાત કરી હતી.

કનેરિયાએ જણાવ્યું હતું કે ભગવાન રામની સુંદરતા તેમના ચરિત્રમાં છે નહીં કે તેમના નામમાં અને તેઓ બુરાઈ સામે અચ્છાઇનું પ્રતિક છે. આજે દુનિયાભરમાં ખુશીની લહેર છે, આ એક સંતુષ્ટિની ઘડી છે. જય શ્રીરામ.

પાકિસ્તાનમાં રહીને આમ લખવા બદલ એક યુઝરે તેને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી ત્યારે કનેરિયાએ જવાબ આપ્યો હતો કે અમે સુરક્ષિત છીએ અને કોઈને અમારા ધાર્મિક વિશ્વાસ અંગે કોઈ તકલીફ નથી. પ્રભુ શ્રીરામનું જીવન એકતા અને ભાઈચારો શીખવે છે.

MUST READ:

Related posts

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada

કાનપુર : 3 યુવતીની અજબ પ્રેમની ગજબ કહાની, ઘરે છોડીને થઈ ફરાર

Nilesh Jethva

કામના સમાચાર/ કેવી રીતે નક્કી થાય છે કે તમને કેટલી મળી શકે હોમલોન, આવી હોય છે બેંકોની લોન માટેનું ફોર્મ્યૂલા

Karan
Do NOT follow this link or you will be banned from the site!