GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પાકિસ્તાન ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશે તેમની જ જાસૂસી સંસ્થા પર લગાવ્યા આક્ષેપ

પાકિસ્તાનની હાઈકોર્ટના એક ન્યાયાધીશ શૌકત સિદ્દીકીએ તેમની જાસૂસી સંસ્થા ISI અંગે ગંભીર ખુલાસો કર્યો છે. ન્યાયાધીશ શૌકત સિદ્દીકીએ કહ્યું કે ISIએ નવાઝ શરીફને જેલમાં ગોંધી રાખવાનું કાવતરું રચ્યું છે. ન્યાયધીશને લાગે છે કે 25 જુલાઈની ચૂંટણી પહેલા નવાઝ શરીફને જેલમાંથી બહાર ISI નથી આવવા દેવા માગતું

પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા ISIના લોખંડી બૂટ નીચે પાકિસ્તાનની કથિત લોકશાહી દમ તોડી રહી છે. જે અંગેનું નિવેદન ખુદ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શૌકત સિદ્દીકીએ કરે છે. ISI દ્વારા મુખ્ય ન્યાયાધીશ અને અન્ય જજો પર આવા નિર્ણયો સંભળાવવાને લઈને દબાણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દોષિત ઠેરવવાનો મામલો પણ સામેલ છે. તેમણે કહ્યુ છે કે 25 જુલાઈએ યોજાનારી પાકિસ્તાનની ચૂંટણી પહેલા નવાઝ શરીફ જેલમાંથી બહાર આવે તેવું ISI ઈચ્છતી નથી.

રાવલપિંડી બાર એસોસિએશનમાં સંબોધન દરમિયાન શૌકત સિદ્દીકીએ ન્યાય વ્યવસ્થા અને મીડિયાને નિયંત્રિત કરાવની કોશિશ મામલે ખુલ્લેઆમ ISIને નિશાને લીધી હતી. જસ્ટિસ સિદ્દીકીએ કહ્યું કે આજે પાક.નું ન્યાયતંત્ર અને મીડિયા બંદૂકવાળાના નિયંત્રણમાં આવી ગયું છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. ત્યાં સુધી કે મીડિયાને પણ સેના પાસેથી નિર્દેશ મળી રહ્યા છે. મીડિયા સત્ય બોલી નથી શકતું કારણ કે તે દબાણમાં છે અને તેના પોતાના હિત છે. તેમણે કહ્યુ છે કે અલગ-અલગ મામલાઓમાં ISI મનમાફક પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાની પસંદગીની ખંડપીઠોનું નિર્માણ કરાવે છે. જસ્ટિસનું માનવું છે કે નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ નવાઝને 25 જુલાઈએ યોજાનારી ચૂંટણી પહેલા જેલમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં મળે. તે સિવાય જસ્ટિસ સિદ્દીકીનો દાવો છે કે એવેનફીલ્ડ કેસમાં નવાઝ શરીફ અને તેમની પુત્રીની અપીલની સુનાવણી કરી રહેલી કોર્ટની ખંડપીઠમાં તેમને સામેલ કરવામાં આવે નહીં.

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!