GSTV

આય હાય સાચું? તો આ કારણ છે કે ચીનમાં લોકો ટકલા નથી દેખાતા?

પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષોમાં ચીનને ૧૩૨૦૦૦ ડોલરના મૂલ્યના એક લાખ કિલો માનવવાળની નિકાસ કરી હતી. વાણીજ્ય અને કાપડ મંત્રાલયે નેશનલ એસેમ્બલીને કહ્યું હતું કે પાકિસ્તાને ચીનને ૧૦૫૪૬૧ કિલો માનવ વાળની નિકાસ કરી હતી. ચીનમાં મેકઅપ ઉદ્યોગમાં વધેલી માગના કારણે તેમજ વિગ પહેરવાની ખૂબ ઓછી પ્રથા હોવાથી ત્યાં માનવ વાળની માગ વધી હતી.

એક બ્યુટિશિયન ચૌહાણ અનુસાર, એક અન્ય કારણ એ છે કે હેર એસેસરીઝનું સ્થાનિક ઘટયું હતું. ભૂતકાળમાં સ્થાનિકો તેમના વાળ, મુછો અને દાઢી વધારતા હતા, પરંતુ સ્થાનિક મેકઅપ કલાકારોએ ચીની મેકઅપ કલાકારોને આ વેપાર ગુમાવી દીધો હતો. પાક.ના નિકાસકારો હવે કિલો વાળ દીઠ રૂપિયા પાંચથી છ હજાર ચુકવે છે.

ઉચ્ચ ગુણવત્તાના વાળને અમેરિકા મોકલવામાં આવે છે. ઉપરાંત જાપાનમાં પણ માનવીય વાળની ખૂબ માગ છે. ત્યાના મનોરંજન ઉદ્યોગમાં વાળની માગ હમેશા રહે છે. તો સાથે સાથે હેરવિગ પણ પાકિસ્તાનથી મંગાવવામાં આવે છે.

Read Also

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!