GSTV
Home » News » પાકિસ્તાન દેવાળિયું થતાં કાશ્મીરમાં અાતંકવાદી ઘટનાઅોમાં મોટો ઘટાડો

પાકિસ્તાન દેવાળિયું થતાં કાશ્મીરમાં અાતંકવાદી ઘટનાઅોમાં મોટો ઘટાડો

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ છે અને આતંકવાદી સંગઠનો પણ ઘટયા છે. તેનું કારણ પાકિસ્તાનમાંથી મદદ નહીં મળવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે કાશ્મીર ખીણમાં હવે અઢીસો આતંકવાદીઓ બચ્યા છે. વીસ વર્ષ પહેલા કાશ્મીરમાં એક હજારથી પણ વધારે આતંકવાદીઓ હતા. જો કે આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાંથી સંપૂર્ણપણે હાંકી કાઢવા સરળ નહીં હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

  • કાશ્મીર પર ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ
  • કાશ્મીરમાં અાતંકી ઘટનાઅોમાં થયો ઘટાડો
  • અાતંકીઅોને પાકિસ્તાનની મદદ મળી રહી નથી
  • કાશષ્મીર ખીણમાં માત્ર 250 અાતંકીઅો બચ્યા

આ દાવો અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છેકે પાકિસ્તાનમાં રાજકીય પરિવર્તનની અસર કાશ્મીર પર જરૂરથી પડશે. અહીં લડાઈ નાની જરૂર હશે. પરંતુ ખૂન-ખરાબાના વધવાનો અંદેશો છે. હાલ કાશ્મીરમાં અઢી લાખથી વધુ ભારતીય સૈનિકો, સીમાવર્તી ગાર્ડ, પોલીસ અધિકારીની તેનાતી હોવાનું પણ અહેવાલમાં જણાવાયુ છે. અહેવાલમાં કાશ્મીર ખાતે આતંકવાદીઓ સામેની કડક કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૈન્ય અધિકારીઓ મુજબ મોટાભાગના આતંકવાદીઓ ઓટોમેટિક હથિયારોનું નિશાન બની રહ્યા છે. હાલ અઢીસો આતંકવાદીઓમાંથી પચાસથી વધુ આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા છે. બાકીના આતંકવાદીઓ સ્થાનિક હોવાનું જણાવાયું છે. 1990ના સમયગાળામાં કાશ્મીરના યુવકો સીમા પાર કરીને પાકિસ્તાન ચાલ્યા જતા હતા અને હવે આમ થતું નથી. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને પ્રોત્સાહન અપાતું હોવાનું પણ જણાવીને અહીં થયેલા ખૂન-ખરાબાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Related posts

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!